તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 5th July 2024
છત્તીસગઢમા કૂવામાં ગયેલો વ્યક્તિ પાછો ન આવ્યો ત્યારે તેને જોવા માટે એક પછી એક 4 વધુ લોકો ગયા, તેઓ પણ પાછા ન ફર્યા : ઝેરી ગેસના કારણે પાંચેયના મોત
અકસ્માત ઝેરી ગેસના લીકેજને કારણે થયો : મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ આ ઘટના પર શોક વ્યક્ત કરીને મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી

નવી દિલ્હી તા.૫ : છત્તીસગઢના જાંજગીર જિલ્લામાં એક દુ:ખદ ઘટના બની છે. આ ઘટના બિરરા પોલીસ સ્ટેશનના કિકીરડા ગામમાં બની હતી. એક કરૂણ અકસ્માતમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. કૂવામાં લાકડું પડી જતાં એક વ્યક્તિ તેને બહાર કાઢવા કૂવામાં ઉતર્યો હતો અને તે પાછો ન આવતાં વધુ ચાર લોકો તેને બહાર કાઢવા માટે એક પછી એક નીચે ઉતર્યા હતા અને તમામના મોત થયા હતા. 5 મૃતકોમાં પિતા અને બે પુત્રો પણ સામેલ છે. આ અકસ્માત ઝેરી ગેસના લીકેજને કારણે થયો હોવાની આશંકા છે. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
આ ઘટના બિરરા પોલીસ સ્ટેશનના કિકીરડા ગામમાં બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ કૂવો લાંબા સમયથી ઉપયોગમાં લેવાતો ન હતો. કૂવો ઢંકાયેલો હતો. આ ઘટના ઝેરી ગેસ લીકેજના કારણે બની હતી. ઘટનાસ્થળે ગ્રામજનોની ભીડ જામી છે.
પોલીસ પણ આવી ગઈ છે. આ સમગ્ર મામલાની નોંધ લઈ આટલી મોટી ઘટના કેવી રીતે બની તે અંગે આસપાસના લોકો પાસેથી વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. કિકીરડા ગામમાં બનેલી આ ઘટનાથી સમગ્ર ગામ આઘાતમાં છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આજે સવારે રામચરણ જયસ્વાલ નામનો વ્યક્તિ કૂવામાં પડેલા લાકડાના ટુકડાને કાઢવા માટે કૂવામાં ઉતર્યો હતો. અંદર રહેલા ઝેરી ગેસને કારણે તેને ગૂંગળામણ થવા લાગી અને પછી તે પાણીમાં ડૂબી ગયો. જ્યારે પાડોશી રમેશ પટેલ તેને બચાવવા નીચે આવ્યો ત્યારે તેને પણ શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. આ પછી જ્યારે તેમના પુત્રો રાજેન્દ્ર અને જીતેન્દ્ર પટેલ કૂવામાં ગયા ત્યારે તેઓ પણ ગૂંગળામણથી ડૂબી ગયા હતા. અન્ય એક પાડોશી ટિકેશ ચંદ્ર કુવામાં પડી ગયો અને તેનું પણ મોત થયું.
ઝેરી ગેસ લીકેજના કારણે આ ઘટના બની હોવાનું બહાર આવ્યું છે. ઘટનાસ્થળે ગ્રામજનોની ભીડ જામી છે. પોલીસ પણ આવી પહોંચી છે. મૃતદેહોને બહાર કાઢવા માટે SDRFની ટીમને બોલાવવામાં આવી છે. આ ઘટનામાં ત્રણ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. આ ઘટનાથી ગામમાં શોકનો માહોલ છે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
