તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 5th July 2024
વાનખેડેમાં વંદે માતરમ વગાડવામાં આવી રહ્યું હતું: વિરાટ કોહલી-હાર્દિકે ધૂન મિક્સ કરી: જુઓ રુવાડા ખડા કરનરો વિડિઓ
BCCIએ વાનખેડે સ્ટેડિયમનો એક વીડિયો શેર કર્યો છે જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વંદે માતરમ ગીત ગાઈ રહ્યા છે. આ વિડિયો જોયા પછી દરેક ભારતીયને ગુસબમ્પ્સ આવી જશે.

वंदे मातरम 🇮🇳 pic.twitter.com/j5D4nMMdF9
— BCCI (@BCCI) July 4, 2024
મુંબઈ :ટી-20 વર્લ્ડકપમાં પરાજય બાદ જ્યારે ટીમ ઈન્ડિયા સ્વદેશ પરત ફરી ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું જેની ખેલાડીઓએ પોતે અપેક્ષા પણ નહોતી કરી. ભારત પરત ફર્યા બાદ ટીમ ઈન્ડિયાએ સૌથી પહેલા દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ પછી ટીમ ઈન્ડિયા મુંબઈ માટે રવાના થઈ ગઈ કારણ કે મરીન ડ્રાઈવ પર ટીમ ઈન્ડિયાની વિજય પરેડ યોજાવાની હતી.
મરીન ડ્રાઈવ પર વિજય પરેડ દરમિયાન મુંબઈના લોકોએ રોહિત શર્માની ટીમને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. આ પછી બપોરે 3 વાગ્યાથી વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટ ચાહકો એકઠા થવા લાગ્યા હતા. BCCIએ વાનખેડે સ્ટેડિયમનો એક વીડિયો શેર કર્યો છે જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વંદે માતરમ ગીત ગાઈ રહ્યા છે. આ વિડિયો જોયા પછી દરેક ભારતીયને ગુસબમ્પ્સ આવી જશે.
ટીમ ઈન્ડિયા ભારત પહોંચતા જ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પહેલા ટીમ ઈન્ડિયા નવી દિલ્હીમાં પીએમ મોદીને મળી અને પછી મુંબઈમાં મેગા રોડ શો યોજ્યો. આ પછી તમામ ખેલાડીઓએ વાનખેડે સ્ટેડિયમમાં ચાહકો સાથે જીતની ઉજવણી કરી હતી.
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ વાનખેડે સ્ટેડિયમમાં ત્રિરંગો લઈને પરેડ પણ કાઢી હતી. આ દરમિયાન આખા સ્ટેડિયમમાં વંદે માતરમનો નાદ ગુંજી રહ્યો હતો, જેને વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા પણ જોરથી ગાતા હતા. આ દરમિયાન કોહલી અને પંડ્યા સૌથી આગળ હતા. હવે આ ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વિશ્વ ચેમ્પિયનને વાનખેડે સ્ટેડિયમમાં 33,000 લોકોની સામે સન્માનિત કરવામાં આવ્યા હતા જેમણે તેમની ઐતિહાસિક જીતની ઉજવણી કરી હતી. વાયરલ વીડિયોમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ અને બાકીની ટીમ ઉત્સાહથી 'વંદે માતરમ' ગાઈ રહી છે અને દર્શકોને ડાન્સ કરવા મજબૂર કરી રહી છે. ભારતીયોને ગુસબમ્પ્સ આપતો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અત્યાર સુધીમાં લાખોથી વધુ વખત જોવામાં આવ્યો છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
