તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
રેલવેમાં લોકો પાયલટની વેકેન્સી 3 ગણી વધારાઈ :5,600 જગ્યાથી વધારી 18800 કરી દેવાઈ
રિવાઈઝ્ડ લિસ્ટ સાથે સાથે ઉમેદવારોએ પોતાના ઝોનના રેલવેમાં અરજી કરવાની પણ તક અપાઈ

નવી દિલ્હી : રેલવે ભરતી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા ફેબ્રુઆરી,2024માં કાઢવામાં આવેલી આસિસ્ટન્ટ લોકો પાયલટ) ભરતીના પદોમાં વધારો કર્યો છે. RRBએ નોટિસ ઈશ્યુ કરી આ અંગે માહિતી આપી છે.
અગાઉ લોકો પાયલટની કૂલ 5696 પદ હતા, જે હવે વધારીને 18799 કરવામાં આવ્યા છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 19 ફેબ્રુઆરી,2024 ચાલી હતી.
RRB ભરતી બોર્ડ દ્વારા જાહેર અધિકૃત નોટિફિકેશનમાં રિવાઈઝ્ડ વેકેન્સીની ઝોન વાઈઝ ડિટેલ્સ આપવામાં આવી છે. ઝોનવાઈઝ વેકેન્સીની યાદી PDF નોટિસના માધ્યમથી આપવામાં આવી છે. રિવાઈઝ્ડ લિસ્ટ સાથે સાથે ઉમેદવારોએ પોતાના ઝોનના રેલવેમાં અરજી કરવાની તક પણ આાપવામાં આવશે અને તે અગાઉથી આપવામાં આવેલ પોતાની પસંદગીને બદલ શકશે.
નોટિસમાં લખ્યું છે કે ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે પસંદ કરવામાં આવેલ RRBના પોતાના વિકલ્પમાં સુધારો કરે.આ સાથે ઉમેદવારને સલાહ આપવામાં આવી છે કે તેઓ અધિકૃત વેબસાઈટને ચેક કરતાં રહે. RRB ALP 2024 એક્ઝામ યોજાવાની સંભવિત તારીખ ઓગસ્ટ મહિનામાં છે.
RRB ALP 2024 ભરતી પ્રક્રિયા પાંચ તબક્કામાં પૂરી થશે, જે આ પ્રકારે છે.
- પહેલા તબક્કામાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ (CBT 1).
- બીજો તબક્કામાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ (CBT 2).
- કોમ્પ્યુટર બેઝ એપ્ટીટ્યુડ ટેસ્ટ (CBAT)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
મેડિકલ. CBTનો પહેલો તબક્કો પાસ કરનાર ઉમેદવાર જ CBTના બીજા તબક્કામાં જઈ શકશે. બીજા તબક્કાના CBT પાસ કરનાર ઉમેદવારો જ CBAT એક્ઝામમાં બેસી શકશે.
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
