<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

રશિયામાં પીએમ મોદીનું થશે ભવ્ય સ્વાગત : રાષ્ટ્રપતિ પુતિન રાત્રિભોજનનું કરશે આયોજન

રશિયામાં ભારતીય સમુદાય સાથે વાતચીતમાં સામેલ થશે:પીએમ મોદી ક્રેમલિનમાં સૈન્ય સમાધિ પર પુષ્પાંજલિ પણ અર્પિત કરશે અને ત્યારબાદ મોસ્કોમાં પ્રદર્શની સ્થળની મુલાકાત લેશે

ભારતના વડાપ્રધાન મોદી  આગામી 8-10 જુલાઈ દરમિયાન રશિયા અને ઓસ્ટ્રિયાની  સત્તાવાર યાત્રા કરશે.

  પીએમ મોદીની આ યાત્રા અંગે વિદેશ મંત્રાલય તરફતી માહિતી આપવામાં આવી છે. વડાપ્રધાન મોદી 8થી 9 જુલાઈ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર 22માં ભારત-રશિયા વાર્ષિક શિખર સમ્મેલનમાં ભાગ લેવા મોસ્કો ખાતે ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી  મોદીના આગામી રશિયા પ્રવાસ અંગે વિદેશ બાબતોના સચિવ વિનય કાત્રાએ જણાવ્યું હતું કે પીએમ મોદી 8-9 જુલાઈ 22માં શિખર સમ્મેલ માટે રશિયા સંઘના રાષ્ટ્રપતિના આમંત્રણ પર મોસ્કોની સત્તાવાર યાત્રા કરશે. રાષ્ટ્રપતિ પુતિન  પીએમ મોદીના માનમાં રાત્રી ભોજનનું આયોજન કરશે.

  પીએમ મોદી રશિયામાં ભારતીય સમુદાય સાથે વાતચીતમાં સામેલ થશે. પીએમ મોદી ક્રેમલિનમાં સૈન્ય સમાધિ પર પુષ્પાંજલિ પણ અર્પિત કરશે અને ત્યારબાદ મોસ્કોમાં પ્રદર્શની સ્થળની મુલાકાત કરશે. પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટ પણ યોજાશે.

(1:01 AM IST)