તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
રેલવે મુસાફરો માટે ખુશખબર : રેલવે આગામી 2 વર્ષમાં 10,000 નવા કોચ બનાવશે, વેઇટિંગ લિસ્ટમાં મળશે રાહત
ભારતીય રેલવે સામાન્ય લોકોને આરામદાયક અને આર્થિક મુસાફરી પૂરી પાડવા માટે ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે:. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકો માટે મોટા સમાચાર લાવ્યું છે. ભારતીય રેલ્વે આગામી બે વર્ષમાં 10,000 નોન-એસી કોચ બનાવશે. આ સાથે ટ્રેનમાં મુસાફરી કરતા કરોડો લોકો માટે વેઇટિંગ લિસ્ટની સંખ્યામાં અમુક હદ સુધી ઘટાડો થશે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વર્ષ 2024-25માં 4,485 કોચ અને વર્ષ 2025-26માં 5,444 કોચ બનાવવામાં આવશે, જેમાં મોટાભાગના નોન-એસી કોચ હશે.
એક અધિકારીએ જણાવ્યું કે કોચ સામાન્ય રીતે જરૂરિયાત મુજબ બનાવવામાં આવે છે. આ નાણાકીય વર્ષમાં, 4,485 કોચનું ઉત્પાદન કરવામાં આવશે, જેમાંથી 2,605 સામાન્ય કોચ હશે, જેમાં અમૃત ભારત જનરલ કોચનો સમાવેશ થાય છે; અમૃત ભારત સ્લીપર કોચ સહિત 1,470 નોન-એસી સ્લીપર કોચ, અમૃત ભારત SLR કોચ સહિત 323 સીટિંગ-કમ-લગેજ રેક (SLR) કોચ. આ સિવાય 32 ઉચ્ચ ક્ષમતાની પાર્સલ વાન અને 55 પેન્ટ્રી કાર કોચ સામેલ છે.
ભારતીય રેલવે સામાન્ય લોકોને આરામદાયક અને આર્થિક મુસાફરી પૂરી પાડવા માટે ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ ઉપરાંત ઘણી નવી ટ્રેનોનું સંચાલન પણ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં 2 અમૃત ભારત એક્સપ્રેસ નોન-એસી ટ્રેનો પણ સામેલ છે. અમૃત ભારત એક્સપ્રેસ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા સક્ષમ છે, જેના બંને છેડે એન્જિન લગાવવામાં આવ્યા છે, જેથી સામાન્ય લોકોને ઝડપી અને આર્થિક મુસાફરી મળી શકે.
દરભંગા-અયોધ્યા-આનંદ વિહાર અને માલદા-બેંગલુરુ રૂટ પર દોડતી બે હાલની ટ્રેનોને સકારાત્મક પ્રતિસાદ મળ્યા બાદ રેલ્વે 50 નવી અમૃત ભારત ટ્રેનો શરૂ કરવાની યોજના બનાવી રહી છે. કુલ મળીને, મોદી સરકાર 250 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા સક્ષમ 1,000 નવી પેઢીની અમૃત ભારત ટ્રેનો બનાવવાની તૈયારી કરી રહી છે.
આ ઉપરાંત, રેલ્વે આ વર્ષે લાંબા અંતર માટે વંદે ભારત સ્લીપર ટ્રેનો અને ટૂંકા અંતર માટે વંદે ભારત મેટ્રોનું પરીક્ષણ કરવાની યોજના બનાવી રહી છે, જે BEML અને RCF-ICF દ્વારા બનાવવામાં આવી રહી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે અગાઉ 15 ઓગસ્ટ, 2024થી શરૂ થનારી વંદે ભારત સ્લીપર ટ્રેનના પરીક્ષણની આશા વ્યક્ત કરી હતી
(9:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
