તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
કોરોનાકાળ પછી ભારતીય લોકોમાં હરવા -ફરવાનો શોખ વધ્યો
૫ વર્ષમાં ખર્ચ્યા ૧.૪૧ લાખ કરોડ રૂપિયા

નવી દિલ્હી, તા.૬: એક સમય એવો હતો કે જ્યારે સામાન્ય માણસ પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેમ કે અન્ન, વષા અને રહેઠાણની જરૂરિયાતો પૂરી કરવા માટે રાત-દિવસ વ્યસ્ત રહેતો હતો. સમય વીતતો ગયો અને દેશની આર્થિક સ્થિતિ મજબૂત થવા લાગી છે. જેમ જેમ લોકોની આવક વધી તેમ તેમ નવી જરૂરિયાતોએ પણ જન્મ લીધો છે.
એક સમય એવો હતો કે જ્યારે સામાન્ય માણસ પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેમ કે અન્ન, વષા અને રહેઠાણની જરૂરિયાતો પૂરી કરવ.
મુસાફરી પરનો ખર્ચ લોકોની પ્રાથમિકતાઓની સૂચિમાં સૌથી છેલ્લા સ્થાને રહેતો દેખાય છે. જો કે, જ્યારે તમે આરબીઆઈના તાજેતરના આંકડાઓ પર નજર નાખો છો, ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતીયો દર વર્ષે મુસાફરીમાં હજારો નહીં પરંતુ લાખો કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે અને ખર્ચના આંકડા પણ સમય સાથે ઝડપથી વધી રહ્યા છે.
ભારતની સર્વોચ્ચ બેંક આરબીઆઈના અહેવાલ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪ દરમિયાન ભારતીય નાગરિકોએ ૧૭ અબજ ડોલર એટલે કે અંદાજે રૂપિયા ૧,૪૧,૮૦૦ કરોડ વિદેશમાં ખર્ચ્યા છે જે એક વર્ષ અગાઉ ખર્ચવામાં આવેલા ૧૩.૬૬ અબજ ડોલર કરતાં ૨૪.૪ ટકા વધુ છે. જો ૫ વર્ષ પહેલાના આંકડા પર નજર કરીએ તો વર્ષ ૨૦૧૮-૧૯માં આ ખર્ચ માત્ર ૪.૦૨ અબજ ડોલર હતો. એટલે કે ૫ વર્ષમાં આ ખર્ચ ૩.૫ ગણો વધી ગયો છે.
વિદેશ યાત્રા પાછળ ખર્ચ વધ્યો છે. વર્ષ ૨૦૨૩-૨૪માં, ભારતીયોએ દર મહિને સરેરાશ ૧.૪૨ બિલિયન ડૉલર એટલેકે રૂપિયા ૧૨,૫૦૦ કરોડ વિદેશમાં ખર્ચ્યા જે લગભગ એક વર્ષ પહેલાં ૪૦૦ મિલિયન ડૉલર અનુસાર રૂપિયા ૩,૩૦૦ કરોડ હતા.
આનું કારણ દેશના મધ્યમ વર્ગના પરિવારોની આવકમાં વધારો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કોવિડ -૧૯ રોગચાળા પછી મુસાફરી પ્રતિબંધો હટાવ્યા પછી મુસાફરી માટે બહાર જનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે.
વિદેશમાં પણ રોકાણ વધ્યું છે. ભારતીય રહેવાસીઓ પણ વિદેશોમાં વધુ રોકાણ કરી રહ્યા છે. આરબીઆઈના ડેટા દર્શાવે છે કે ૨૦૨૩-૨૪માં ભારતીયોએ વિદેશી ઈક્વિટી અને ડેટમાં દર મહિને સરેરાશ ૧૦૦ મિલિયન ડોલર નું રોકાણ કર્યું હતું જ્યારે ૨૦૨૨-૨૩ના સંપૂર્ણ વર્ષમાં તે ૧.૨૫ બિલિયન ડોલર હતું.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
