News of Saturday, 6th July 2024
તામિલનાડુમાં બસપાના પ્રદેશ પ્રમુખની બેરહેમ હત્યા : દાતરડા - કુહાડીથી વેતરી ગુંડા છનન
ફૂડ ડિલિવરીવાળા બનીને આવ્યા હતા ૬ હત્યારાઓ

ચેન્નાઈ તા. ૬ : તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં શુક્રવારે સાંજે હત્યાની એક ખૂબ જ ખોફનાક ઘટના બની હતી. અહીં બહુજન સમાજ પાર્ટીના તમિલનાડુ એકમના વડા કે. આર્મસ્ટ્રોંગની હત્યા ૬ બાઈકર્સ દ્વારા કરવામાં આવી હતી. મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલાખોરો ફૂડ ડિલિવરી એજન્ટ તરીકે આવ્યા હતા અને કુહાડી અને દાતરડા વડે આર્મસ્ટ્રોંગ પર હુમલો કર્યો હતો. આ હુમલાખોરો હત્યા કર્યા બાદ ત્યાંથી ભાગી ગયા હતા અને પોલીસ તેમને શોધી રહી છે.
આર્મસ્ટ્રોંગ, વ્યવસાયે વકીલ, ૨૦૦૬માં ચેન્નાઈ કોર્પોરેશન કાઉન્સિલ માટે ચૂંટાયા હતા. તેઓ બે વર્ષ પહેલા ચેન્નાઈમાં મેગા રેલીનું આયોજન કરીને અને બસપાના વડા માયાવતીને આમંત્રણ આપ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, આર્મસ્ટ્રોંગ ચેન્નઈના સેમ્બિયમ વિસ્તારમાં પોતાના ઘરની નજીક પાર્ટીના કેટલાક અધિકારીઓ સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે એક બાઇક પર છ લોકો આવ્યા, તેમના પર હુમલો કર્યો અને ભાગી ગયા. આ હુમલા બાદ આર્મસ્ટ્રોંગના પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ગેંગસ્ટર અરકત સુરેશની હત્યા સાથે જોડાયેલી આ બદલાની હત્યા હોઈ શકે છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, ‘અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ. આ હત્યા અગાઉ થયેલી હત્યા સાથે જોડાયેલી હોય તેવું લાગી રહ્યું છે.'
બસપા સુપ્રીમો માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આર્મસ્ટ્રોંગને દલિતોનો મજબૂત અવાજ ગણાવ્યો હતો અને દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમણે લખ્યું, ‘BSP તમિલનાડુ રાજય એકમના પ્રમુખ કે. આર્મસ્ટ્રોંગની આજે સાંજે તેમના ચેન્નાઈના નિવાસસ્થાનની બહાર થયેલી ક્રૂર હત્યા અત્યંત દુઃખદ અને અત્યંત નિંદનીય છે. વ્યવસાયે વકીલ આર્મસ્ટ્રોંગ રાજયમાં દલિતો માટે મજબૂત અવાજ તરીકે જાણીતા હતા. સરકારે તાત્કાલિક દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.'
તે જ સમયે, વિપક્ષે આ હત્યાને લઈને તમિલનાડુમાં શાસક ડીએમકે પર નિશાન સાધ્યું અને કહ્યું કે આ હત્યા રાજયમાં બગડતી કાયદો અને વ્યવસ્થાનો પુરાવો છે. વિપક્ષના નેતા ઈદાપ્પડી પલાનીસ્વામીએ કહ્યું, ‘જ્યારે રાષ્ટ્રીય પક્ષના રાજય પ્રમુખની હત્યા થાય ત્યારે મારે શું કહેવું જોઈએ? કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શરમજનક છે. કાયદા કે પોલીસનો ડર નથી.'
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
