<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

દીકરીના દીકરાએ જ ૮૦ વર્ષની નાની સાથે કર્યો બળાત્‍કાર

સંબંધોને તાર તાર કરતો કિસ્‍સો

 

ગંગટોક તા. ૬ : મહિલાઓ વિરૂદ્ધ અપરાધના મામલામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્‍યારે તાજેતરમાં જ પ્રકાશમાં આવેલો એક અપરાધ હૃદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. આ મામલો સંબંધોને તાર તાર કરે તેવી છે. એક ૮૦ વર્ષની મહિલા પર તેની જ દીકરીના ૨૪ વર્ષીય દીકરા દ્વારા એક વખત નહીં પરંતુ અનેક વખત બળાત્‍કાર કરવામાં આવ્‍યો હતો. સિક્કિમ હાઈકોર્ટે તેની ૮૦ વર્ષીય દાદી પર બળાત્‍કાર કરવા બદલ ૨૪ વર્ષના યુવકને દોષિત પણ ઠેરવ્‍યો છે.

આ બાબતે જસ્‍ટિસ મીનાક્ષી મદન રોય અને જસ્‍ટિસ ભાસ્‍કર રાજ પ્રધાનની ડિવિઝન બેંચે મજબૂત પુરાવા અને સઘન ટ્રાયલ પ્રક્રિયાને ટાંકીને ફાસ્‍ટ ટ્રેક સેશન્‍સ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્‍યો છે. અપીલકર્તા/આરોપી સામે કલમ ૩૭૬(૨)(f) (સંબંધી, વાલી, વગેરે પર બળાત્‍કાર), ૩૭૬(૨)(n) (એક જ મહિલા પર વારંવાર બળાત્‍કાર) અને ૫૦૬ (ગુનાહિત ધાકધમકી) હેઠળ ગુનો નોંધવામાં આવ્‍યો છે. દંડ સંહિતા હેઠળ દોષિત ઠેરવવામાં આવ્‍યો છે.

આ ઘટના વૃદ્ધ મહિલા તેની પુત્રી અને જમાઈ સાથે રહેતી હતી, ત્‍યારે બની હતી. આ ઘટના ત્‍યારે પ્રકાશમાં આવી, જયારે પીડિતાની પુત્રી પશ્ચિમ બંગાળના પ્રવાસેથી પાછી આવી અને તેની માતા જોવા મળી રહી નહતી. આ બાદ તપાસ કરતા વૃદ્ધ મહિલા પાડોશીના ઘરે મળી આવી હતી, જયાં તેણે હુમલાઓ અંગે ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્‍યું કે, તારા દીકરાએ તેની સાથે અનેક વખત બળાત્‍કાર કર્યો હતો. એવું પણ કહેવામાં આવ્‍યું હતું કે, જો કોઈને આ વિશે કંઈપણ કહેવામાં આવશે તો તેણે વધુ હેરાન કરવામાં આવશે.

FIRમાં, પીડિતાએ વિગતવાર વર્ણન કર્યું છે કે, કેવી રીતે દોષી નશામાં હતો, તે ઘણીવાર તેની પાછળ આવતો અને તેને અયોગ્‍ય રીતે સ્‍પર્શ કરતો. તેણે તેની અગાઉની કેદ અને તેને ચૂપ રાખવા માટે આપવામાં આવેલી ધમકીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રાયલ દરમિયાન, પીડિતાએ વારંવાર તેના આરોપોને પુનરાવર્તિત કર્યા અને તબીબી તપાસના અહેવાલમાં આ દાવાઓ સાચા હોવાનું જણાયું હતું.

(10:42 AM IST)