<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

સ્‍ક્રીન લેસ લેપટોપ થયું લોંચ

સ્‍ક્રીન વગરનું વિશ્વનું પહેલુ લેપટોપઃ કિંમત ૧.૬૦ લાખ રૂપિયા ચશ્‍મા પહેરતા જ આંખો સામે આવશે ૧૦૦ ઇંચનો સ્‍ક્રીન

તેલ અવીવઃ સાયન્‍સ ફ્રીકશન ફિલ્‍મોની જેમ કયારેય એવા લેપટોપની કલ્‍પના કરી છે. જેમાં સ્‍ક્રીનના હોય અને તેમ છતાં તેના પર ફિલ્‍મ જોઇ શકાય. વીડીયો ગેમ રમી શકાય મિત્રોને વીડીયો કોલ કરવા સહિતના એવા બધા કામ કરી શકાય જે સામાન્‍ય લેપટોપ પર થાય છે.

આ કલ્‍પનાને હકીકતમાં ફેરવી છે. ઇઝરાયેલી કંપની સાઇટફુલે જેણે સ્‍ક્રીન વગરનું વિશ્વનું પહેલુ લેપટોપ સ્‍પેસ ટોપ જી૧ લોંચ કર્યું છે. આ લેપટોપમાં કોઇ સ્‍ક્રીન નથી, તેના બદલે એક ઓગમેંટેડ રિયાલીટી (એજી)થી લેસ ચશ્‍મા આપ્‍યા છે. જેને પહેરતા જ તમારી આંખો સામે ૧૨-૧૪ ઇંચનો નહીં પણ ૧૦૦ ઇંચનો વર્ચ્‍યુઅલ સ્‍ક્રીન આવી જશે. આ લેપટોપની કિંમત ૧૯૦૦ ડોલર  એટલે લગભગ ૧.૬૦ લાખ રૂપિયા છે.

આ લેપટોપના ૧૦૦ ઇંચના વર્ચ્‍યુઅલ સ્‍ક્રીનનો સીંગલ મોનીટર તરીકે અથવા મલ્‍ટીપલ સ્‍ટેશનના રૂપમાં ઉપયોગ કરી શકાય છે. એટલે કે તેને કેટલાયા ભાગોમાં વહેંચીને દરેક સ્‍ક્રીન પર અલગ અલગ કામ કરી શકાય છે. તેના સ્‍ક્રીમ  પર એક સાથે મલ્‍ટીપલ વીંડો ઓપન કરી શકાય છે. આ લેપટોપમાં એક ફીઝીકલ કી-બોર્ડ અને ટ્રેક પેડ અપાયું છે. તેના ગ્‍લાસમાં ૫ મેગા પિકસેલનો કેમેરા અને માઇક્રોફોન સાથેનું સ્‍પીકર આપેલ છે.

આશા છે કે ભારત સહિત વિશ્વભરની બજારોમાં તે ઓકટોબર ૨૦૨૪થી મળવા લાગશે. તેને અત્‍યારે ૧૦૦ ડોકર ચુકવીને પ્રી-બુક કરાવી શકાય છે. પ્રીબુક કરવા  પર કંપની ૨૦૦ ડોલર (૧૭૦૦ રૂપિયા) ડીસ્‍કાઉન્‍ટ આપી રહી છે.

(1:39 PM IST)