તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
‘પ્રાઉડ હિંદુ' ઋષિ સુનકનું ભારત કનેકશન : બ્રિટનની સતા મેળવવાની અને ગુમાવવાની કહાની

લંડન : બ્રિટનને પોતાના નવા વડાપ્રધાન મળી ગયા છે. નવા પીએમ સ્ટાર્મર ૧૦ ડાઉનીંગ સ્ટ્રીટ એટલે કે વડાપ્રધાનના નિવાસસ્થાનમાં પહોંચી ગયા છે. ઋષિ સુનકે ચુંટણીમાં હાર્યા પછી માફી માંગીને વડાપ્રધાન પદેથી રાજીનામુ આપી દીધું છે.
ઋષિ સુનક ભારતીય મૂળના છે અને જયારે તેઓ વડાપ્રધાન બન્યા હતા ત્યારે ભારતમાં પણ બહુ ચર્ચામાં રહયા હતા. તેમનું એક ભારતીય કનેકશન એ પણ છે કે તેઓ ઇન્ફોસીસ કંપનીના સંસ્થાપક નારાયણ મુર્તિ અને સુધા મુર્તિની પુત્રી અક્ષતાના પતિ છે. ઋષિએ ર૦૦૯માં અક્ષતા સાથે બેંગ્લોરમાં લગ્ન કર્યા હતા.
૨૦૨૨નું વર્ષ ઋષિ સુનક માટે બહુ મહત્વનું રહયું હતું. એ વર્ષે તેઓ બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા. તેઓ પહેલા બ્રિટીશ એશીયન અને પહેલા હિંદુ છે. જે બ્રિટનમાં લોકશાહી સતાના શિખરે પહોંચ્યા હતા. તેમનો જન્મ ઉષા સુનક અને યશવીર સુનકના ઘરે સાઉથમ્પટનમાં ૧૯૮૦માં થયો હતો. તેમના માતા-પિતા પુર્વ આફ્રિકાના બ્રીટીશ રાજયોમાંથી બ્રિટન પહોંચ્યા હતા. ઋષિના માતાનો જન્મ તંગનયિકામાં થયો હતો. જે વર્તમાન તાંઝાનિયાનો હિસ્સો બની ગયો છે. તેમના પિતાનો જન્મ બ્રિટીશ સામ્રાજયના કેન્યામાં થયો હતો. સુનકના દાદાજી બ્રિટીશ શાસનવાળા પંજાબમાં થયો હતો. ૧૯૩૦ના દાયકામાં તેઓ ત્યાંથી પુર્વ આફ્રિકા ગયા હતા અને ત્યાં જ વસી ગયા હતા.
ઋષિ સુનકની એક બાયોગ્રાફીમાં જણાવાયું છેકે વર્ષ ૧૯૬૦માં તેમના નાની સરક્ષાએ બ્રિટન આવવા માટે પોતાના ઘરેણા વેચી નાખ્યા હતા. ત્યાર પછી તેમના નાના-નાની બન્ને બ્રિટન આવી ગયા હતા.
સુનકના દાદા તંગનયિકામાં ટેક્ષ અધિકારી હતા અને બ્રિટન આવ્યા પછી તેમને ટેક્ષ વિભાગમાં નોકરી મળી હતી. સુનકના માતા પિતા મેડીકલ લાઇનમાં હતા. પિતા નેશનલ હેલ્થ સર્વિસમાં ડોકટર હતા અને માતા ફાર્મસી ચલાવતા હતા.
બ્રિટીશ અખબાર ધ ગાર્ડીયન અનુસાર બ્રિટનમાં હિંદુ આ પ્રવાસી હોવુ સારી વાત ગણાય છે. કેમ કે અહી બે તૃત્યાંશ હિંદુઓ મેનેજમેન્ટ હોદાઓ અથવા ઉચ્ચા પ્રોફેશનલ પદો પર છે.
૨૦૨૦માં તત્કાલીન વડાપ્રધાન બોરીસ જોન્સને ઋષિ સુનકને નાણામંત્રી બનાવ્યા હતા. સુનકની નિમણુંક કોવીદ મહામારીની શરૂઆત વખતે થઇ હતી. તેમણે નોકરીમાંથી છુટા કરાયેલ લોકોની સહાયતા માટે ઇટ આઉટ ટુ હેલ્પ આઉટ યોજના શરૂ કરી પણ કોરોનાના વધતા કેસોના કારણે તેમણે ટીકાનો સામનો કરવો પડયો.
જુલાઇ ર૦રરમાં જયારે કોઝર્વેટીવ પાર્ટીમાં રાજીનામાઓનો ઢગલો થયો ત્યારે વડાપ્રધાન જોન્શન પછી ઋષિ સુનકે પણ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું. જોન્શનની જગ્યાએ લીઝ ટ્રસ વડાપ્રધાન બન્યા પણ ૪પ દિવસમાં જ તેમણે રાજીનામુ આપ્યા પછી પક્ષે સુનકને વડાપ્રધાન બનાવ્યા.
ગયા વર્ષે ઓગષ્ટમાં બ્રિટનના વડાપ્રધાન તરીકે ઋષિ સુનકનું એક સ્ટેટમેંટ બહુ ચર્ચામાં રહયું હતું. કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં મોરારીબાપુની કથા દરમ્યાન ઋષિ સુનક પણ ત્યાં પહોંચ્યા હતા. તેમણે મોરારીબાપુની આરતી કરી હતી. ત્યાં પોતાના વકતવ્યની શરૂઆત જય સીયારામના નારા સાથે કરતા તેમણે કહયું હતું. ભારતના સ્વાતંત્ર્ય દિવસે મોરારીબાપુની કથામાં આવીને સારૂ લાગે છે. હું અહી વડાપ્રધાન તરીકે નહી એક હિંદુ તરીકે આવ્યો છું. મારા માટે આસ્થા બહુ અગત્યની છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
