તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
નવી દિલ્હીમાં મેંગો ફેસ્ટિવલમાં દશહરી, માલદા અને લંગડા સહિત એક, બે નહીં પરંતુ 800-1200 પ્રકારની કેરીઓ : ચર્ચામાં છે મોદી મેંગો
ફેસ્ટિવલમાં દ્રાક્ષથી લઈને પપૈયા સુધીના આકારની કેરીઓ : ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામની પણ કેરીઓ

નવી દિલ્હી તા.૬ : દરેક વ્યક્તિ કેરી ખાવાનું પસંદ હોય છે. બાળક હોય કે વૃદ્ધ દરેક વ્યક્તિ મજા માણીને કેરીનો આનંદ ઉઠાવે છે. ત્યારે હાલમાં દિલ્હીમાં મેંગો ફેસ્ટિવલ એટલે કે કેરી મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. છેલ્લા 33 વર્ષથી ચાલી રહેલા આ મહોત્સવમાં એક, બે નહીં પરંતુ 800-1200 પ્રકારની કેરીઓ લાવવામાં આવી છે.
મેંગો ફેસ્ટિવલમાં કેટલીક કેરીઓ ક્રોસ બ્રીડ કરીને પણ બનાવવામાં આવી છે, જ્યારે કેટલીક કેરીઓ એવી છે, જેનો આકાર તમે વિચારી પણ નહીં શકો. કેરીની કુલ 3000થી વધુ પ્રજાતિઓ હોય છે. જેમાં કેટલીક પ્રજાતિઓ આ ફેસ્ટિવલનો પણ ભાગ બની છે.
દિલ્હી સરકાર દ્વારા આયોજિત આ ફેસ્ટિવલમાં અલગ-અલગ રાજ્યોની કેરી છે. જેમાં જીઆઈ ટેગ વાળી લખનૌની મલિહાબાદની દશહરી, આ સાથે પશ્ચિમ બંગાળની હિમસાગર અને માલદા તેમજ ઉત્તર પ્રદેશની લંગડા અને બિહારની બંબઈયાનો પણ સમાવેશ થાય છે.
આ મેંગો ફેસ્ટિવલમાં અંગૂરી કેરી, દેસી રાજા, મલ્લિકા જેવા અનોખા નામની કેરીઓ લોકોને ગમી રહી છે. આ બધાની વચ્ચે મોદી મેંગો નામની કેરી ખૂબ જ ચર્ચામાં છે. જેને લખનૌનો એક વેપારી લઈને આવ્યો છે.
આ ફેસ્ટિવલમાં દ્રાક્ષથી લઈને પપૈયા સુધીના આકારની કેરીઓ છે. દરેકનો સ્વાદ પણ અલગ-અલગ છે. આ સાથે જ અહીં ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામની પણ કેરીઓ છે.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
