<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

પંજાબ નેશનલ બેંક સહિત પાંચ બેંકો પર RBIની કાર્યવાહી : દંડ ફટકારાયો

વિવિધ સૂચનાઓનું પાલન ન કરવા બદલ નોટીસ જારી

નવી દિલ્‍હી તા. ૬ : જુલાઈના પ્રથમ સપ્તાહમાં, ભારતીય રિઝર્વ બેંક એ પંજાબ નેશનલ બેંક  અને અન્‍ય ચાર બેંકો પર RBIની વિવિધ સૂચનાઓનું પાલન ન કરવા બદલ દંડ લાદ્યો હતો. PNB પર ૧.૩૧ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્‍યો છે. આ ઉપરાંત ગુજરાત રાજય કર્મચારી સહકારી બેંક, ગુજરાત; રોહિકા સેન્‍ટ્રલ કો-ઓપરેટિવ બેંક, મધુબની, બિહાર; નેશનલ કો-ઓપરેટિવ બેંક, મુંબઈ, મહારાષ્ટ્ર; અને બેંક એમ્‍પ્‍લોઈઝ કો-ઓપરેટિવ બેંક, પヘમિ બંગાળ એ ચાર અન્‍ય બેંકો છે કે જેમને આરબીઆઈ દ્વારા દંડ કરવામાં આવ્‍યો હતો.

કેન્‍દ્રીય બેંકનું કહેવું છે કે PNBએ ‘તમારા ગ્રાહકને જાણો' (KYC) અને ‘લોન્‍સ અને એડવાન્‍સિસ' સંબંધિત કેટલીક સૂચનાઓને અવગણી હતી, જેના કારણે તેના પર દંડ લગાવવામાં આવ્‍યો છે. રિઝર્વ બેંકે ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી બેંકની નાણાકીય સ્‍થિતિની તપાસ કરી હતી. તેમાં કંઈક ખોટું થયું હતું અને તેણે PNBને નોટિસ જારી કરી હતી.

આરબીઆઈએ પીએનબીને પૂછ્‍યું હતું કે સૂચનાઓનું પાલન કરવામાં નિષ્‍ફળતા બદલ તેના પર દંડ કેમ ન લગાવવો જોઈએ. પીએનબીએ આરબીઆઈની નોટિસનો જવાબ આપ્‍યો. તેમજ અંગત સુનાવણી દરમિયાન મૌખિક દલીલો દ્વારા પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. પરંતુ, બેન્‍કિંગ રેગ્‍યુલેટર તેમનાથી સંતુષ્ટ ન હતા.

આરબીઆઈના જણાવ્‍યા મુજબ, પંજાબ નેશનલ બેંકે સરકાર પાસેથી સબસિડી/રિફંડ/ભરપાઈના રૂપમાં મળેલી રકમના બદલામાં બે સરકારી નિગમોને લોન આપી હતી, જે આરબીઆઈની સૂચનાઓનું ઉલ્લંઘન છે. વધુમાં, PNB કેટલાક ખાતા ગ્રાહકોની ઓળખ અને સરનામાં સંબંધિત રેકોર્ડને યોગ્‍ય રીતે જાળવવામાં પણ નિષ્‍ફળ રહ્યું છે.

આવી સ્‍થિતિમાં, રિઝર્વ બેંકે નિર્ણય કર્યો કે PNB પર નાણાકીય દંડ લાદવો યોગ્‍ય રહેશે. PNB પર ૩ જુલાઈ, ૨૦૨૪ના રોજ દંડ લાદવામાં આવ્‍યો હતો. આરબીઆઈના દંડ અનુપાલન ક્ષતિઓ સાથે જોડાયેલા છે. મતલબ કે પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો પર આ કાર્યવાહીની કોઈ અસર નહીં થાય.(

(4:11 PM IST)