તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
અયોધ્યામાં જેમ હરાવ્યા હતા તેવી જ રીતે ગુજરાતમાં પણ લોકભાગીદારી થકી ભાજપને પરાજય આપીશું - અમદાવાદમા રાહુલ ગાંધીનો ભાજપ પર ફરી પ્રહાર : જુઓ વિડિઓ
રાહુલ ગાંધીએ કહ્યું કે હું તમને કહેવા આવ્યો છું કે તેઓએ (ભાજપ) આપણી ઓફિસ પર હુમલો કર્યો છે, પણ આપણે ડરવાની જરૂર નથી. તેમણે આપણને એક પડકાર આપ્યો છે. પડકાર એ છે કે આપણે સાથે મળીને ગુજરાતમાં ભાજપને હરાવવાનું છે.

भाजपाई कान खोल कर सुन लें।
— Alok Sharma (@Aloksharmaaicc) July 6, 2024
कांग्रेस पार्टी गुजरात में भाजपा को हराने जा रही है🔥 pic.twitter.com/90rZqDlOOj
અમદાવાદ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ શનિવારે અમદાવાદમાં કહ્યું હતું કે તેમની પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP)ને તાજેતરની લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં હરાવી હતી તેવી જ રીતે હવે ગુજરાતમાં હરાવશે. લોકસભામાં વિપક્ષના નેતા, ગાંધીએ અમદાવાદમાં પાર્ટી કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે હું તમને કહેવા આવ્યો છું કે તેઓએ (ભાજપ) આપણી ઓફિસ પર હુમલો કર્યો છે, પણ આપણે ડરવાની જરૂર નથી. તેમણે આપણને એક પડકાર આપ્યો છે. પડકાર એ છે કે આપણે સાથે મળીને ગુજરાતમાં ભાજપને હરાવવાનું છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓએ (ભાજપ) આપણને ધમકી આપીને અને આપણી ઓફિસને નુકસાન પહોંચાડીને પડકાર ફેંક્યો છે. હું તમને કહેવા માંગુ છું કે આપણે તેમની સરકારને એ રીતે જ તોડીશું જે રીતે તેમણે આપણી ઓફિસને તેઓએ નુકસાન પહોંચાડ્યું છે. લેખિતમાં લઈ લો કે જેમ આપણે અયોધ્યામાં કર્યું હતું તેમજ કોંગ્રેસ ગુજરાતમાં ચૂંટણી લડશે અને ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને ભાજપને હરાવશે.
ભાજપ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે મેં સંસદમાં અયોધ્યાના સાંસદને પૂછ્યું કે ભાજપ અયોધ્યામાં કેમ હારી ગયું? તેમણે કહ્યું કે અયોધ્યાના લોકો પાસેથી જમીનો છીનવી લેવામાં આવી છે, લોકોની દુકાનો અને મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને તેમને વળતર આપવામાં આવ્યું નથી. ઇન્ટરનેશનલ એરપોર્ટના નામે ખેડૂતોની જમીન લેવામાં આવી, વળતર આજદિન સુધી આપવામાં આવ્યું નથી. આ સિવાય રામ મંદિરના ઉદ્ઘાટનમાં અયોધ્યાના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આથી અયોધ્યાના લોકો નારાજ થયા અને તેમણે ભાજપને હરાવ્યો.
તેમણે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ જીતશે અને આ રાજ્યમાંથી નવી શરૂઆત કરશે. અમદાવાદના પાલડી વિસ્તારમાં કોંગ્રેસના રાજીવ ગાંધી ભવનના રાજ્ય મુખ્યાલયની બહાર 2 જુલાઈના રોજ કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે ઘર્ષણ થયું હતું. રાહુલ ગાંધીએ આ ઘટનાનો ઉલ્લેખ કરતા આ વાત કહી. પોલીસના જણાવ્યા અનુસાર, બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો હતો જેમાં એક સહાયક પોલીસ કમિશનર સહિત પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
તેમના ભાષણમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ ગાંધીએ ઉત્તર પ્રદેશની ફૈઝાબાદ લોકસભા બેઠક પરથી ભાજપની હારને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું હતું. આ લોકસભા મતવિસ્તારમાં અયોધ્યા શહેર પણ આવે છે. ગાંધીએ કહ્યું કે, અયોધ્યાના લોકોને જ્યારે ખબર પડી કે રામ મંદિરના ઉદ્ઘાટન માટે એક પણ સ્થાનિક વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું નથી ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા. તેમણે દાવો કર્યો હતો કે વડાપ્રધાન મોદી અયોધ્યાથી ચૂંટણી લડવા માગે છે, પરંતુ તેમના સલાહકારોએ તેમને એવું ન કરવાની સલાહ આપી હતી કે અને જણાવ્યુ હતું કે તેઓ અયોધ્યામાં હારી જશે અને તેમની રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
