તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
મહારાષ્ટ્રમાં ધમાસણ : ક્રિકેટરોને 11 કરોડ આપવાના મહારાષ્ટ્ર સરકારના એલાન પર વિપક્ષે પ્રહાર કરતાં કહ્યું કે ક્રિકેટરોએ મેળવેલ સીદધી પર અમને ખૂબ જ ગર્વ છે, પણ રાજ્યના ખજાના માંથી 11 કરોડ આપવાની કોઈ જરૂર નથી, ખજાનો ખાલી થવા દો... ગરીબોને મરવા દો...

મહારાષ્ટ્રમાં વિપક્ષ કોંગ્રેસ અને શિવસેનાએ ટી20 વિશ્વકપ જીતનારી ભારતીય ટીમને 11 કરોડ રુપિયાની ઈનામ આપવાની એકનાથ શિંદેની સરકારની જાહેરાત
પર સવાલ ઉઠાવતા આરોપ લગાવ્યા કે, આવું કરીને સરકાર પોતાની પીઠ થપથપાવી રહી છે. વિપક્ષી દળોએ કહ્યું કે, તેમણે ક્રિકેટર્સની ઉપલબ્ધિ પર ગર્વ છે, પરંતુ રાજ્યના ખજાનામાંથી 11 કરોડ રુપિયા આપવાની કોઈ જરુર નથી. તેમણે મુખ્યમંત્રીને આ રકમ પોતાના ખિસ્સામાંથી આપવાનું કહ્યું. ભાજપના ધારાસભ્ય
પ્રવીણ દરેકરે કોંગ્રેસ પર પલટવાર કરતા આ મુદ્દે રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો.
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
