<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

INDIA ગઠબંધનના લોકો તમિલ સંસ્કૃતિનું અપમાન કરી રહ્યા છેઃ શિવરાજ સિંહ ચૌહાણ

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શનિવારે ચેન્નાઈમાં તમિલનાડુ ભાજપ કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપી

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શનિવારે ચેન્નાઈમાં તમિલનાડુ ભાજપ કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું કે એક તરફ પીએમ મોદી અને બીજેપી વિશ્વમાં તમિલનું ગૌરવ સ્થાપિત કરવાનું કામ કરી રહ્યા છે, તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના લોકો તમિલ સંસ્કૃતિનું અપમાન કરી રહ્યા છે. તેમના (ઇન્ડિયા ગઠબંધન )ના એક સાંસદે કહ્યું છે કે સેંગોલની સ્થાપના ખોટી છે. અમે આજે એક ઠરાવ પસાર કર્યો છે કે 2026માં અહીં ભાજપની સરકાર બનશે કે તરત જ તમિલનાડુ વિધાનસભામાં સેંગોલ પણ સ્થાપિત કરવામાં આવશે.


 

(10:12 PM IST)