તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમણે થોડી સંવેદના જરુરથી આપે : ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીની રાહુલ ગાંધી માટે ભગવાનને વિનંતી: જુઓ વિડિઓ
હર્ષ સંઘવીએ કહ્યું કે, રાહુલ ગાંધીની યાત્રા માત્ર જૂઠાણાં અને રાજનીતિ માટે જ હોય છે:રાહુલ ગાંધી અને સંવેદનાનો કોઈ સંબંધ હતો જ નહીં અને ભવિષ્યમાં પણ નહીં હોય.

#WATCH | Gujarat Home Minister Harsh Sanghvi says, " Rahul Gandhi did visit Gujarat during his political tour. There is no connection between Rahul Gandhi and sympathy. He never had sympathy in him. I pray to God to give him some sympathy. He is good at mixing every issue with… https://t.co/OUfhWXbeCv pic.twitter.com/yfToQqxjxv
— ANI (@ANI) July 6, 2024
અમદાવાદ : ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રાહુલ ગાંધી પોતાની રાજકીય યાત્રા અંતર્ગત ગુજરાત આવ્યા હતા. રાહુલ ગાંધી અને સંવેદના વચ્ચે કોઈ જ સંબંધ નથી. તેમની અંદર ક્યારેય સંવેદના હતી જ નહીં. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમણે થોડી સંવેદના જરુરથી આપે. તેઓ દરેક મુદ્દાને જૂઠ અને રાજનીતિ સાથે જોડવામાં હોશિયાર છે.
રાહુલ ગાંધી પોતાના I.N.D.I.A. સહયોગીઓની સાથે મળીને તમિલનાડુમાં સરકાર ચલાવી રહ્યાં છે. જે રીતે ત્યાં ઝેરીલી શરાબ પીવાથી અનેક લોકો માર્યા ગયા છે, શું તેમના પરિવારના ખબર અંતર પૂછવા રાહુલ ગાંધી ક્યારેય ગયા છે. શું તમે ક્યારેય તમિલનાડુના પીડિત પરિવારો માટે રાહુલ ગાંધીના મોઢેથી એક પણ શબ્દ સાંભળ્યો છે. એક બસપા નેતાની હત્યા થઈ ગઈ, શું રાહુલ ગાંધી તેમના માટે એક શબ્દ બોલ્યા છે?
બંગાળમાં એક મહિલાને રસ્તા પર ક્રૂરતાપૂર્વક મારવામાં આવી, શું રાહુલ ગાંધીએ તેના પર એક શબ્દ કહ્યું છે. સંઘવીએ કહ્યું કે, રાહુલ ગાંધીની યાત્રા માત્ર જૂઠાણાં અને રાજનીતિ માટે જ હોય છે. તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી અને સંવેદનાનો કોઈ સંબંધ હતો જ નહીં અને ભવિષ્યમાં પણ નહીં હોય.
આ પહેલા રાહુલ ગાંધીએ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. કોંગ્રેસ ઓફિસ પર થયેલા હુમલા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે અમારી પાર્ટી ઓફિસ પર હુમલો કરીને અમને ચેલેન્જ આપી છે. રાહુલે કહ્યું કે, લખીને રાખો કોંગ્રેસ ગુજરાતમાં ચૂંટણી જીતશે અને રાજ્યમાં એક નવી શરુઆત કરશે.
સંસદમાં રાહુલ ગાંધીએ હિન્દુઓને લઈને જે નિવેદન આપ્યું હતું તેનો ગુજરાતમાં ભારે વિરોધ થયો હતો. અમદાવાદ સ્થિત કોંગ્રેસ મુખ્યાલયમાં રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળો પીંછડો મારવામાં આવ્યો હતો. જેને લઈને ભાજપ યુવા મોર્ચાના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
