તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
ટીમ ઈન્ડિયાની 'વિક્ટરી પરેડ' મુંબઈ માટે ભારે પડી :મરીન ડ્રાઈવ પરથી 11,000 કિલો કચરો દૂર કરવામાં આવ્યો!
ટીમ ઈન્ડિયાની વિજય પરેડ બાદ મરીન ડ્રાઈવ પર 11,000 કિલો કચરો : BMC દ્વારા આખી રાત સાફ કરવામાં આવ્યો

દેશમાં પરત ફર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમે મુંબઈમાં મરીન ડ્રાઈવ પર ખુલ્લી બસમાં વિજય પરેડ યોજી હતી. ટીમ ઈન્ડિયા 4 જુલાઈના રોજ બાર્બાડોસથી ભારત પરત ફરી હતી. આ દિવસે મુંબઈમાં વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશંસકો માટે વિજય પરેડ ખૂબ જ અદ્ભુત હતી, પરંતુ આ પરેડએ મુંબઈને ઘણું દુઃખ આપ્યું. વાસ્તવમાં, આ પરેડ પછી મરીન ડ્રાઈવમાંથી 11,000 કિલો કચરો દૂર કરવામાં આવ્યો હતો.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ વિજય પરેડ પછી આખી રાત મરીન ડ્રાઈવની સફાઈ કરી. 'ન્યૂઝ18' એ અહેવાલ આપ્યો છે કે સફાઈથી 11,000 કિલો કચરો નીકળ્યો હતો. આ સફાઈમાં 100 જેટલા કર્મચારીઓ રોકાયેલા હતા. વિજય પરેડ નરીમાન પોઈન્ટથી શરૂ થઈને વાનખેડે સ્ટેડિયમ સુધી ચાલી હતી. પરેડ જોવા લાખો ચાહકોની ભીડ ઉમટી પડી હતી. આ પરેડ પછી ઘણા લોકોના ચપ્પલ રસ્તા પર જોવા મળ્યા. આ ઉપરાંત પાણીની બોટલો કચરા તરીકે મળી આવી હતી. આ સફાઈ માટે આખી રાત લાગી. એકઠો થયેલો કચરો 2 મોટા ડમ્પર અને 5 જીપમાં લઈ જવામાં આવ્યો હતો.
BMCએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું તેમાં આગળ લખવામાં આવ્યું હતું કે, "ભવ્ય સ્વાગત પછી અને એકવાર ભીડ ગાયબ થઈ ગયા પછી, BMCએ સમગ્ર મરીન ડ્રાઈવ વિસ્તારમાં એક ખાસ રાતોરાત સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ વિસ્તારની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી અને મરીન ડ્રાઈવ પર ચાલવા માટે આવતા મુંબઈવાસીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.
વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, "BMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સ્વચ્છતા અભિયાન દરમિયાન બે મોટા ડમ્પરો અને પાંચ નાની જીપોમાં ભરીને વધારાનો કચરો એકત્ર કર્યો હતો."
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
