<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

સંસદમાં હિન્દુત્વ પર હુમલો કરીને રાહુલ ગાંધીએ પોતાની આતંકવાદી માનસિકતા છતી કરી: દિલીપભાઈ સાંઘાણી

નવી દિલ્હી :કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. જ્યાં તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ સાથે જ રાજકોટ ગેમઝોનના પીડિત પરિવારને પણ મળ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ 2027ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને હરાવવાનો દાવો કર્યો હતો. એવામાં રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અને તેમના દાવા પર ભાજપના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે.

રાહુલ ગાંધીનો કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી અમિતભાઈ  શાહનો ગુજરાતમાં કાર્યક્રમ નક્કી થયો ત્યાર પછી મીડિયામાં સ્થાન મેળવવા માટે ગોઠવ્યો છે. રાહુલ ગાંધીએ દેશની સંસદમાં હિન્દુત્વ પર હુમલો કર્યો. જો રાહુલ ગાંધી સંસદની બહાર બોલે તો દેશભરમાંથી હિંદુ સમાજ દ્વારા તેમના પર પોલીસ કેસ થાય અને તેમને કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડે. આથી રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુત્વ વિરુદ્ધ બોલીને પોતાની દેશ વિરોધી અને આતંકવાદી માનસિકતા છતી કરી છે, જેને સમાજ ક્યારેય સ્વીકારશે નહીં.

હકીકતમાં સંસદમાં રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, જે લોકો પોતાને હિંદુ કહે છે, તેઓ 24 કલાક હિંસા-હિંસા અને નફરત-નફરત ફેલાવે છે. તમે હિંદુ છો જ નહીં. જો કે રાહુલ ગાંધીના આ નિવેદનની ભાજપે ટીકા કરી હતી. જ્યારે અમિત શાહે માફીની માગ કરી હતી.

થોડા દિવસ અગાઉ રાહુલ ગાંધીની ટિપ્પણીને લઈને અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. જેને પગલે આજે રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા હતા. જ્યાં તેમણે કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આપણે એકજૂટ થઈને ગુજરાતમાં મોદી અને ભાજપને એવી રીતે જ હરાવીશું, જેવી રીતે તેમને અયોધ્યામાં હરાવ્યા હતા.

રાહુલ ગાંધી પોતાના I.N.D.I.A. સહયોગીઓની સાથે મળીને તમિલનાડુમાં સરકાર ચલાવી રહ્યાં છે. જે રીતે ત્યાં ઝેરીલી શરાબ પીવાથી અનેક લોકો માર્યા ગયા છે, શું તેમના પરિવારના ખબર અંતર પૂછવા રાહુલ ગાંધી ક્યારેય ગયા છે. શું તમે ક્યારેય તમિલનાડુના પીડિત પરિવારો માટે રાહુલ ગાંધીના મોઢેથી એક પણ શબ્દ સાંભળ્યો છે. એક બસપા નેતાની હત્યા થઈ ગઈ, શું રાહુલ ગાંધી તેમના માટે એક શબ્દ બોલ્યા છે?

બંગાળમાં એક મહિલાને રસ્તા પર ક્રૂરતાપૂર્વક મારવામાં આવી, શું રાહુલ ગાંધીએ તેના પર એક શબ્દ કહ્યું છે. સંઘવીએ કહ્યું કે, રાહુલ ગાંધીની યાત્રા માત્ર જૂઠાણાં અને રાજનીતિ માટે જ હોય છે. તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી અને સંવેદનાનો કોઈ સંબંધ હતો જ નહીં અને ભવિષ્યમાં પણ નહીં હોય.હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમણે થોડી સંવેદના જરુરથી આપે. તેઓ દરેક મુદ્દાને જૂઠ અને રાજનીતિ સાથે જોડવામાં હોશિયાર છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. જ્યાં તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ સાથે જ રાજકોટ ગેમઝોનના પીડિત પરિવારને પણ મળ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ 2027ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને હરાવવાનો દાવો કર્યો હતો. એવામાં રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અને તેમના દાવા પર ભાજપના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે.

રાહુલ ગાંધીનો કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી અમિત શાહનો ગુજરાતમાં કાર્યક્રમ નક્કી થયો ત્યાર પછી મીડિયામાં સ્થાન મેળવવા માટે ગોઠવ્યો છે. રાહુલ ગાંધીએ દેશની સંસદમાં હિન્દુત્વ પર હુમલો કર્યો. જો રાહુલ ગાંધી સંસદની બહાર બોલે તો દેશભરમાંથી હિંદુ સમાજ દ્વારા તેમના પર પોલીસ કેસ થાય અને તેમને કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડે. આથી રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુત્વ વિરુદ્ધ બોલીને પોતાની દેશ વિરોધી અને આતંકવાદી માનસિકતા છતી કરી છે, જેને સમાજ ક્યારેય સ્વીકારશે નહીં.

હકીકતમાં સંસદમાં રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, જે લોકો પોતાને હિંદુ કહે છે, તેઓ 24 કલાક હિંસા-હિંસા અને નફરત-નફરત ફેલાવે છે. તમે હિંદુ છો જ નહીં. જો કે રાહુલ ગાંધીના આ નિવેદનની ભાજપે ટીકા કરી હતી. જ્યારે અમિત શાહે માફીની માગ કરી હતી.

થોડા દિવસ અગાઉ રાહુલ ગાંધીની ટિપ્પણીને લઈને અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. જેને પગલે આજે રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા હતા. જ્યાં તેમણે કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આપણે એકજૂટ થઈને ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને ભાજપને એવી રીતે જ હરાવીશું, જેવી રીતે તેમને અયોધ્યામાં હરાવ્યા હતા.

(12:34 AM IST)