તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 7th July 2024
ત્રિપુરામાં ખતરનાક સ્થિતિ: ૪૭ વિદ્યાર્થીઓ એઈડ્સથી મૃત્યુ પામ્યા: એઈડ્સ સાથે ૫૭૪ વિદ્યાર્થીઓ જીવિત છે: કુલ ૮૨૮ વિદ્યાર્થીઓના એચઆઇવી પોઝિટિવ કેસ બહાર આવતા વહીવટી તંત્રમાં હડકંપ
ઉચ્ચ શિક્ષણ માટે અનેક વિદ્યાર્થીઓ બહારના રાજ્યોમાં ચાલ્યા ગયા: દરરોજ ત્રિપુરામાં પાંચથી સાત નવા કેસ નોંધાય છે: રાજ્યની ૨૨૦ શાળાઓ અને ૨૪ કોલેજો અને યુનિવર્સિટીઓના સેંકડો વિદ્યાર્થીઓ માદક દ્રવ્યોના નશામાં સંડોવાયેલા

ત્રિપુરા સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી (ટીસીએસીએસ)ના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ત્રિપુરામાં ૪૭ વિદ્યાર્થીઓ એચઆઈવીથી મૃત્યુ પામ્યા છે અને ૮૨૮ને એચઆઈવી પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમે અત્યાર સુધીમાં ૮૨૮ વિદ્યાર્થીઓ નોંધ્યા છે જેઓ એચઆઈવી પોઝીટીવ છે. તેમાંથી ૫૭૨ વિદ્યાર્થીઓ હજુ જીવિત છે અને આ ખતરનાક ચેપને કારણે અમે ૪૭ વિદ્યાર્થીઓ ગુમાવ્યા છે. દેશભરની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે ઘણા વિદ્યાર્થીઓ ત્રિપુરાની બહાર ચાલ્યા ગયા છે.
પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે, કારણ કે ટીસીએસીએસનો અહેવાલ આપે છે કે દરરોજ પાંચથી સાત નવા એઇડ્સના કેસ નોંધાઈ રહ્યા છે.
ત્રિપુરા રાજ્યની ૨૨૦ શાળાઓ અને ૨૪ કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ માદક દ્રવ્યોના નશામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે, જે એચઆઇવીના કેસોમાં વધારા પાછળના પ્રાથમિક પરિબળ તરીકે ગણાવાય છે.
ટીસીએસીએસ ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં કુલ ૧૬૪ આરોગ્ય સુવિધાઓમાંથી ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે. ત્રિપુરામાં એચઆઇવીની એકંદર સ્થિતિ અત્યંત ચિંતાજનક છે, મે ૨૦૨૪ સુધીમાં એન્ટિરેટ્રોવાયરલ થેરાપી (એઆરટી) કેન્દ્રોમાં નોંધાયેલા લોકોની કુલ સંખ્યા ૮,૭૨૯ સુધી પહોંચી ગઈ છે. તેમાંથી ૫૬૭૪ લોકો સક્રિયપણે એચઆઈવી - એડ્સ સાથે જીવે છે, જેમાંથી ૪,૫૭૦ પુરુષો અને ૧,૧૦૩ સ્ત્રીઓ છે. આ દર્દીઓમાંથી માત્ર એક જ ટ્રાન્સજેન્ડર છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
