<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

અમરનાથ યાત્રાઃ શિવલીંગ રર ફૂટથી ૧ ફૂટનું થયું ભાવિકોમાં ભારે નિરાશા

યાત્રા શરૂ થયા પહેલા હિમલીંગ પૂર્ણ કદનું હતુઃ શ્રધ્‍ધાળુઓના દર્શન કરવા આવવાથી શ્‍વાસની ગરમીથી પગળવા લાગેલ

 

નવી દિલ્‍હીઃ (સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્‍મુઃ  અમરનાથ યાત્રામાં સામેલ થનાર ભાવિકો એક વાર ફરી નિરાશ થયા છે 45 કિ.મી. નું દુર્ગમ રસ્તો કાપી 14,500 ફૂટ ઊંચાઈ સ્થિત અમરનાથ ગુફામાં હિમલિંગના પૂર્ણ રૂપમાં દર્શન ન થવાથી તેમના મનમાં અફસોસ રહી ગયો છે યાત્રાથી પરત ફરનાર ભાવિકો મુજબ જેમ જેમ ભીડ વધતી ગઈ તેમ તેમ ભાવિકોના શ્વાસની ગરમીથી હિમલીંગ પીગળવા લાગ્યું છે અને આ વખતે પ્રથમ સપ્તાહમાં જ તે માત્ર એક ફૂટનું રહી ગયું છે જોકે અમરનાથ યાત્રા સ્થાપન બોર્ડે ઉંચાઇ સંભાળી રાખવા માટે રક્ષા અનુસંધાનની મદદ લેવાની ફરી જરૂરત ઊભી થઈ છે ગત વર્ષે 24 જુલાઈ એ જ હિમલિન સંપૂર્ણ રીતે પીગળી ગયું હતું. જયકારાઓના નાદ વચ્ચે શૂન્ય તાપમાન અને પ્રકૃતિની આંખ મીચામણી વચ્ચે અમરનાથ ગુફામાં બરફથી બનેલ શિવલિંગના દર્શન કરવા માટે એકવાર ફરીથી શિવલિંગનો આકાર ચર્ચાનો વિષય બનવા લાગ્યો છે અને નિરાશા નું કારણ પણ યાત્રાના 200 વર્ષના ઇતિહાસમાં આ સતત 22 મું વર્ષ છે જ્યારે 14,500 ફૂટ ઊંચાઈ સ્થિત 60 ફૂટ લાંબી 30 ફૂટ પહોળી તથા 15 ફૂટ ઊંડી આ ગુફામાં બરફથી બનનાર લિંગ તેના શિવલિંગના રૂપમાં પૂજવામાં આવે છે જેનો આકાર શ્રદ્ધાળુઓની સંખ્યા વધવાની સાથે ઘટવા લાગ્યો છે. આ વખતે 30 જુને તેની ઊંચાઈ લગભગ 18 થી 20 ફૂટ વચ્ચે હતી. જણાવાઈ રહ્યું છે કે 30 જૂને યાત્રાના આરંભ થવા પૂર્વે તેનો સંપૂર્ણ આકાર 22 ફૂટ આસપાસ હતો. આ ચિંતાનો વિષય છે કે તે હજારો યાત્રીઓ વચ્ચે પ્રકૃતિની આંખ મીચામણી, પ્રતિકૂળ મોસમ વચ્ચે પણ અનેક બાધાઓ તથા અવ્યવસ્થાઓ માંથી પસાર થઈને શિવલિંગના દર્શનની ઈચ્છામાં ભાવિકો પહોંચી રહ્યા છે. અમરનાથ યાત્રા ને અમરત્વ ની યાત્રા પણ કહે છે. તેમાં પ્રથમવાર ભાગ લેનાર માટે તો આ મોટું હિમલિંગના દર્શન તન મનને શાંતિ પહોંચાડનાર છે. પણ હિમલીંગને સતત ઘટવાથી આ અમરનાથ યાત્રીઓ માટે ચિંતા અને ચર્ચાનો વિષય છે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી સતત આ યાત્રામાં સામેલ થઈ રહ્યા છે.

(11:58 AM IST)