News of Sunday, 7th July 2024
બાંગ્લાદેશી શરણાર્થીઓને અમે ફરી તેમના દેશમાં પરત મોકલી નહીં શકીએ, દેશનિકાલ કરીશું નહીં: મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમાની વડાપ્રધાન મોદી સાથેની ટૂંકી મુલાકાતમાં સ્પષ્ટ વાત: બાંગ્લાદેશી રોહિંગ્યા મુસ્લિમ સમુદાયના ૨૦૦૦ લોકોએ ૨૦૨૨થી ચટગાંવ હિલ ટ્રેકસ માર્ગ દ્વારા મિઝોરમમાં આશ્રય લીધો છે

મિઝોરમ: તાજેતરમાં દિલ્હી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથેની ટૂંકી મુલાકાત દરમિયાન મિઝોરમના મુખ્યમંત્રી
લાલદુહોમાએ સ્પષ્ટ કહ્યું હતું કે બાંગ્લાદેશમાંથી આવેલા શરણાર્થીઓને અમે પરત મોકલી શકીશું નહીં, કે દેશ નિકાલ કરી શકશું નહીં.
૨૦૦૦ લોકોએ ૨૦૨૨થી ચટગાંવ હિલ ટ્રેકસ માર્ગ દ્વારા મિઝોરમમાં આશ્રય લીધો છે.
મુખ્ય મંત્રી લાલદુહોમાએ વડા પ્રધાન સાથેની તેમની મુલાકાતમાં માહિતી આપી હતી કે બાંગ્લાદેશની મિજો જાતિઓમાંની એક બાવમ જાતિના ઘણા લોકોએ ૨૦૨૨થી મિઝોરમમાં આશ્રય લીધો છે અને ઘણા લોકો હજુ પણ રાજ્યમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. કુકી-ચીન નેશનલ આર્મી (કે એન એ) સામે બાંગ્લાદેશ આર્મીના હુમલા પછી તેઓએ નવેમ્બર ૨૦૨૨માં મિઝોરમમાં પ્રવેશવાનું શરૂ કર્યું. કુકી-ચિન નેશનલ આર્મી બાંગ્લાદેશનું એક વંશીય વિદ્રોહી જૂથ છે, જે અલગ રાજ્યની માંગ કરે છે.
નરેન્દ્રભાઈ અને મિઝોરમના મુખ્યમંત્રીએ આસામ રાઇફલ્સ બેઝને રાજ્યની રાજધાનીના પૂર્વી બહારના વિસ્તારોથી જોખાવસાંગમાં સ્થાનાંતરિત કરવા અને મિઝોરમ સરકારના મુખ્ય કાર્યક્રમ, હેન્ડ-હોલ્ડિંગ પોલિસીના અમલીકરણ સહિત અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
વડપ્રધાન મોદીને મળ્યા બાદ લાલદુહોમા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુને પણ મળ્યા હતા. મંત્રી રિજિજુએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું, 'આજે નવી દિલ્હીમાં મિઝોરમના મુખ્યમંત્રી લાલ દુહોમાને પોતાના નિવાસસ્થાને મળ્યા. તેમની યજમાની કરવી અને મિઝોરમના વિકાસ માટે અર્થપૂર્ણ સંવાદમાં જોડાઈને આનંદ થયો. પ્રતિસાદ આપતા, મુખ્ય પ્રધાન લાલદુહોમાએ મિઝોરમના વિકાસ એજન્ડા પર તેમની ઉષ્માભરી આતિથ્ય અને રચનાત્મક ચર્ચાઓ માટે રિજિજુનો આભાર વ્યક્ત કર્યો.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
