તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 7th July 2024
પુરીમાં 53 વર્ષ બાદ સર્જાયો ઇતિહાસઃ આ વર્ષે 2 જ દિ’ ચાલશે જગન્નાથજીની રથયાત્રા
વર્ષે અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં તિથિઓ ઘટી છે, પૂજા પરંપરા 7મી જુલાઈની સાંજ સુધી છે

પુરીઃ ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાને રથમાં બેસાડવામાં આવશે અને સિંહદ્વારથી નીકળીને ગુંડીચા મંદિર તરફ આગળ વધશે. દેશના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભાગ લેશે અને ભગવાન જગન્નાથના આશીર્વાદ લેશે. અત્રે ઉલ્લેખનીય કે, 53 વર્ષ પછી અદભૂત સંયોગ સર્જાવા જઈ રહ્યો છે કે, જગન્નાથની રથયાત્રા 2 દિવસની હશે
પુરીમાં જગન્નાથ રથયાત્રા બે દિવસ ચાલશે. વિગતો મુજબ આ વર્ષે અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં તિથિઓ ઘટી છે, પૂજા પરંપરા 7મી જુલાઈની સાંજ સુધી ચાલુ રહેશે. જ્યારે અગાઉ 1971માં પણ આવું બન્યું હતું.
રથયાત્રાના પ્રથમ દિવસે બપોરના સમયે ત્રણેય દેવી-દેવતાઓને એક પછી એક મંદિરમાંથી બહાર કાઢવામાં આવશે. ત્યારબાદ પુરીના શંકરાચાર્ય રથનું પૂજન કરશે. આ પછી, જગન્નાથ રથયાત્રા સાથે સંબંધિત સૌથી પ્રખ્યાત ધાર્મિક વિધિ 'ચેરા પહારા' કરવામાં આવશે. જેમાં ઓરિસ્સાના મહારાજા ગજપતિ સોનાની સાવરણીથી દેવી-દેવતાઓ અને રથની આસપાસ સાફ-સફાઈ કરશે. આ ઝાડુ વડે રથ મંડપની સફાઈ કરવામાં આવશે. ત્યારબાદ રથ માટેનો માર્ગ પણ આ જ ઝાડુથી સાફ કરવામાં આવશે. સાંજે, ભક્તો ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથ ખેંચવાનું શરૂ કરશે.
સોમવારના રોજ સવારે રથને ફરીથી આગળ ખસેડવામાં આવશે. પુરી મંદિરના એક અધિકારીએ જણાવ્યું કે રથ સોમવારે ગુંડીચા મંદિર પહોંચશે. જો કોઈ કારણસર વિલંબ થશે તો મંગળવારે રથ મંદિરે પહોંચશે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
