તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 7th July 2024
ચીનની અવળચંડાઇઃ લદ્દાખના પેંગોંગ લેક નજીક ગતિવિધી વધારીઃ સેટેલાઇટ તસવીરોએ રહસ્ય
ચીની સેના ઘણા સમયથી પૂર્વી લદ્દાખમાં પેંગોંગ તળાવની આસપાસના વિસ્તારમાં ખોદકામ કરી રહી છે. આ જ વિસ્તારમાં ચીની સૈન્ય મથક પણ છે જ્યાં ભૂગર્ભ બંકરો બનાવવામાં આવ્યા

નવી દિલ્હી ફરી એકવાર ચીનની અવળચંડાઇ ફરી સામે આવી છે. તે સીમા પર પોતાની નાપાક ગતિવિધિઓ કરવાથી બચી રહ્યું નથી. ચીની સેના ઘણા સમયથી પૂર્વી લદ્દાખમાં પેંગોંગ તળાવની આસપાસના વિસ્તારમાં ખોદકામ કરી રહી છે. આ જ વિસ્તારમાં ચીની સૈન્ય મથક પણ છે જ્યાં ભૂગર્ભ બંકરો બનાવવામાં આવ્યા છે જેથી કરીને તેમાં શસ્ત્રો, બળતણ અને બખ્તરબંધ વાહનો માટે આશ્રયસ્થાનો બનાવી શકાય. જોકે આ પહેલીવાર નથી કે જ્યારે પેંગોંગ તળાવ પાસે ચીનની ગતિવિધિ વધી હોય.
ચીનની પીપલ્સ લિબરેશન આર્મીનું સિરજાપ લશ્કરી મથક પેંગોંગ તળાવના ઉત્તરી કિનારે પહાડોની વચ્ચે આવેલું છે. આ તળાવની આસપાસ તૈનાત ચીની સૈનિકોનું મુખ્યાલય છે. ચીને આ સૈન્ય થાણું એવી જગ્યાએ બનાવ્યું છે જેના પર ભારત દાવો કરે છે. ચીની સૈન્ય મથક વાસ્તવિક નિયંત્રણ રેખા થી 5 કિમી દૂર સ્થિત છે. મે 2020 માં LAC પર સ્ટેન્ડઓફ શરૂ થયો ત્યાં સુધી આ વિસ્તારમાં માનવો વસવાટ કરતા ન હતા.
અહેવાલ મુજબ સેટેલાઇટ ઇમેજનો રેકોર્ડ રાખતી અમેરિકન કંપની બ્લેકસ્કાય દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં જણાવવામાં આવ્યું છે કે સિરજાપ મિલિટરી બેઝ પર ભૂગર્ભ બંકરો હાજર છે. તેનો ઉપયોગ શસ્ત્રો, બળતણ અને અન્ય પુરવઠો સંગ્રહ કરવા માટે કરવામાં આવે છે. સિરજાપ બેઝ 2021-22માં બનાવવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ચીને સરહદ પર પોતાને મજબૂત બનાવવાનું કામ સતત કર્યું છે. તેણે LAC ની બીજી તરફ રસ્તાઓ પણ બનાવ્યા છે. 30 મેના રોજ લીધેલા ફોટોગ્રાફમાં એક વિશાળ ભૂગર્ભ બંકરના આઠ ઢોળાવવાળા પ્રવેશદ્વાર સ્પષ્ટપણે જોઈ શકાય છે. એ જ રીતે મોટા બંકરની નજીક બીજું એક નાનું બંકર છે, જ્યાં પાંચ પ્રવેશદ્વાર દેખાય છે. હેડક્વાર્ટર માટે ઘણી મોટી ઇમારતો ઉપરાંત લશ્કરી થાણાઓમાં સખત આશ્રયસ્થાનો અથવા કવર્ડ પાર્કિંગ પણ છે, જ્યાં સશસ્ત્ર વાહનો રાખી શકાય છે. નિષ્ણાતો કહે છે કે, આ આશ્રયસ્થાનો વાહનોને હવાઈ હુમલાથી બચાવવા માટે પણ છે.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
