News of Sunday, 7th July 2024
હાથરસ કાંડઃ વળતરની રકમ વધારવાની રાહુલે યોગીને પત્ર લખી કરી માંગ
દુઃખની આ ઘડીમાં તેમને આપણી સામૂહિક સંવેદના અને મદદની જરૂર છે: રાહુલ ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હાથરસ દુર્ઘટના અંગે આજે રવિવારે UPના CM યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. રાહુલ ગાંધીએ પત્ર દ્વારા પીડિત પરિવારની સમસ્યાઓ મુખ્યમંત્રીને જણાવી છે. આ સિવાય રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી પાસે માંગ કરી છે કે, વળતરની રકમમાં વધારો કરવામાં આવે અને પીડિત પરિવારને વહેલી તકે આપવામાં આવે. રાહુલ ગાંધીએ CM યોગીને પત્ર લખ્યો છે કે, “દુઃખની આ ઘડીમાં તેમને આપણી સામૂહિક સંવેદના અને મદદની જરૂર છે.” રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ આ પત્ર પોસ્ટ કર્યો છે.
રાહુલ ગાંધીએ અકસ્માતમાં જીવ ગુમાવનારા અને ઘાયલોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતર પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે પત્રમાં મુખ્યમંત્રીને કહ્યું છે કે, સરકાર દ્વારા જાહેર કરાયેલું વળતર ઘણું ઓછું છે. આવી સ્થિતિમાં તેને તાત્કાલિક વધારવું જોઈએ તેમજ ઇજાગ્રસ્તોની યોગ્ય સારવારની વ્યવસ્થા થવી જોઇએ.
રાહુલ ગાંધીએ પત્રમાં કહ્યું છે કે, જ્યારે હું હાથરસ અને અલીગઢમાં પીડિત પરિવારને મળ્યો ત્યારે તેઓએ કહ્યું કે, આ ઘટનામાં સ્થાનિક પ્રશાસનની બેદરકારી અને સંવેદનહીનતા છે. આવી સ્થિતિમાં આ મામલે યોગ્ય અને પારદર્શક તપાસ થવી જોઈએ. ન્યાયની દૃષ્ટિએ પણ દોષિતોને કડકમાં કડક સજા મળે તે જરૂરી છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
