News of Sunday, 7th July 2024
જમ્મુ કાશ્મીરમાં સેનાને મોટી સફળતા:કુલગામમાં એન્કાઉન્ટરમાં સેનાએ 8 આતંકવાદીઓને ઠાર કર્યા
કુલગામ જિલ્લામાં રવિવારે બે એન્કાઉન્ટરમાં મૃતકોની સંખ્યા વધીને 8 થઈ : મોદરગામ એન્કાઉન્ટર સાઇટ પરથી બે આતંકવાદીઓના મૃતદેહ અને ચિન્નીગામ એન્કાઉન્ટર સાઇટ પરથી 4 આતંકીઓના મૃતદેહ મળ્યા

જમ્મુ કાશ્મીરમાં સેનાને મોટી સફળતા મળી છે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેનાએ 6 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ વધુ 2 આતંકવાદીઓના મૃતદેહ મેળવ્યા છે. આ રીતે કુલગામ જિલ્લામાં રવિવારે થયેલા બે એન્કાઉન્ટરમાં મૃતકોની સંખ્યા વધીને 8 થઈ ગઈ છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. આ એન્કાઉન્ટર શનિવારે કુલગામ જિલ્લાના બે ગામોમાં શરૂ થયું હતું.
અધિકારીઓએ કહ્યું, મોદરગામ એન્કાઉન્ટર સાઇટ પરથી બે આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. ચિન્નીગામ એન્કાઉન્ટર સાઇટ પરથી 4 આતંકીઓના મૃતદેહ મળી આવ્યા છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક પેરા કમાન્ડો સહિત સેનાના બે જવાનોએ પોતાનો જીવ આપ્યો. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદ વિરોધી ઓપરેશન હજુ પણ ચાલુ છે.
જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશકે પુષ્ટિ કરી છે કે કુલગામ એન્કાઉન્ટરમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકવાદ વિરોધી કામગીરી વેગ પકડી રહી છે. તેમણે સુરક્ષા વાતાવરણને મજબૂત કરવા માટે આવી સફળતાઓના મહત્વ પર ભાર મૂક્યો હતો. સુરક્ષા દળો માટે આ એક માઈલસ્ટોન છે. સુરક્ષા વાતાવરણને મજબૂત કરવામાં આ સફળતાઓ મહત્વપૂર્ણ છે. આતંકવાદને ખતમ કરવા માટે લોકો એકસાથે આવી રહ્યા છે અને આવી કામગીરી વેગ પકડી રહી છે. હાલ ઓપરેશન ચાલુ છે.
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
