<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

SBI, HDFC , ICICI અને યસ બેન્કના ફિક્સ્ડ ડિપોઝીટ પરના વ્યાજ દરોમાં ફેરફાર કરાયો

જાણો રોકાણ માટે કયો વિકલ્પ ઉત્તમ ? જુલાઈ મહિનામાં કઈ બેન્ક સૌથી વધારે વ્યાજ આપે છે ?

નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટને યથાવત રાખવામાં આવતા બેન્ક ફિક્સ્ડ ડિપોઝીટ  પર આકર્ષક વ્યાજ આપી રહી છે. તાજેતરના દિવસોમાં કેટલીક બેન્કોએ FD પર મળનાર વ્યાજ દરમાં ફેરફાર કર્યાં છે.

તેમાં HDFC બેન્ક, ICICI બેન્ક, કેનેરા બેન્ક, PNB, યસ બેન્ક સહિતની અનેક બેન્કનો સમાવેશ થાય છે. જુલાઈ મહિનામાં કઈ બેન્ક સૌથી વધારે વ્યાજ આપે છે તે માહિતી મેળવશું.

SBI FD વ્યાજ દરો
SBI સામાન્ય નાગરિકો માટે 3.50%થી 7.10% સુધીની FD પર વ્યાજ ઓફર કરે છે. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો માટે 4% થી 7.60% વચ્ચે વ્યાજ દરો પ્રદાન કરે છે. SBIની વેબસાઈટ પ્રમાણે 400 દિવસ (અમૃત કલશ)ના ચોક્કસ ટર્મ પ્લાન 7.10%ના દરે વ્યાજ ઓફર કરે છે. આ યોજના 30 સપ્ટેમ્બર 2024 સુધી માન્ય રહેશે.

ICICI બેન્કમાં FD પર વ્યાજ દરો
બેન્ક સામાન્ય નાગરિકોને 3થી 7.20 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3.50થી 7.75 ટકા વચ્ચે FD પર વ્યાજ દર આપી રહેલ છે. 15 મહિનાથી 18 મહિના સુધીની ઓછી અવધી માટે 7.75 ટકા અને 7.20 ટકાના ઊંચા વ્યાજ દરની ઓફર કરવામાં આવી રહી છે.

HDFC બેન્કમાં FD પર વ્યાજ દરો
HDFC બેન્ક FD પર સામાન્ય નાગરિકોને 3થી 7.25 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3.50 ટકાથી 7.75 ટકા વચ્ચે વ્યાજ દર આપે છે. 18 મહિનાથી 21 મહિનાની અવધિ માટે 7.25 ટકા અને 7.75 ટકા જેટલું ઊંચુ વ્યાજ દર આપી રહી છે.

કેનેરા બેંકમાં FD પર વ્યાજ દર
કેનેરા બેંક 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળામાં પાકતી FD પર સામાન્ય લોકોને 4 ટકાથી 7.25 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 4 ટકાથી 7.75 ટકાના દરે વ્યાજ ઓફર કરે છે. 444 દિવસની મુદત માટે FD પર 7.25% અને 7.75%ના સૌથી વધુ વ્યાજ દરો ઓફર કરવામાં આવે છે.

PNBમાં FD પર વ્યાજ દર
પંજાબ નેશનલ બેંક સામાન્ય નાગરિકોને 3.50% થી 7.25% અને વરિષ્ઠ નાગરિકોને 4%થી 7.75% વચ્ચે FD પર વ્યાજ ઓફર કરે છે. 400 દિવસની મુદત માટે 7.25% અને 7.75%ના સૌથી વધુ વ્યાજ દરો ઓફર કરવામાં આવી રહ્યા છે.

યસ બેંકમાં FD પર વ્યાજ દર
યસ બેંક સામાન્ય નાગરિકોને 3.25% થી 8% અને વરિષ્ઠ નાગરિકોને 3.75% થી 8.50% વચ્ચે વ્યાજ દર ઓફર કરે છે. 18 મહિનાના કાર્યકાળ માટે 8% અને 8.50%ના સૌથી વધુ વ્યાજ દરો ઓફર કરવામાં આવી રહ્યા છે.

(10:05 PM IST)