<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

હાથરસ દુર્ઘટના પછી છ દિવસથી ભોલેબાબાનો કોઈ પત્તો નથી: યુપીના જુદા જુદા શહેરોના ૨૫ આશ્રમોમાં પોલીસ તલાસી ચાલુ: બાબાના ૨૨ સેવાદારોની ધરપકડ

૧૨૩ નિર્દોષોના જીવ લેનાર હાથરસ દુર્ઘટના સંદર્ભે બાબા નારાયણ સાકર હરી ઉર્ફે ભોલાબાબાને પોલીસ શહેર શહેર અને આશ્રમ આશ્રમમાં તલાસી લઈ શોધી રહી છે.

ઘટનાને છ દિવસ વીતી ગયા બાબાનો કોઈ પત્તો નથી. યુપીના ૨૫ આશ્રમમાંથી કયા આશ્રમમાં છુપાયા છે તેનો કોઈ સુરાગ મળતો નથી.

રાજસ્થાન હરિયાણામાં પણ તેના આશ્રમ છે. દુર્ઘટના પછી ભોલેબાબા મેનપૂરી આશ્રમમાં પહોંચ્યા હતા, ત્યાંથી ક્યાં છૂ થઈ ગયા તેનો કોઈ પતો નથી.

ભોલે બાબાના બે ડઝન સેવાદારોની ધરપકડ કરવામાં આવી છે. ચારે કોર એક જ સવાલ પૂછાય છે ભોલે બાબા છે ક્યાં ?

 

(10:11 PM IST)