તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 7th July 2024
ફ્રાંસમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ :મતગણતરી શરૂ : પ્રારંભિક વલણમાં દક્ષિણપંથી પાર્ટી આગળ
દક્ષિણપંથી પાર્ટી સૌથી મોટી શક્તિ તરીકે ઉભરી શકે: રાજકીય સ્થિતિમાં ચૂંટણી બાદ કોઈ મોટો રાજકીય ભૂકંપ આવી શકે :ફ્રાંસ ગણતંત્રના ઈતિહાસમાં એક મોટું પરિવર્તન જોવા મળી શકે

નવી દિલ્હી :ફ્રાંસમાં રવિવારે સંસદીય ચૂંટણી (Parliament Election)નો બીજો તબક્કો યોજાયો હતો. એવું માનવામાં આવે છે કે વિભાજીત સંસદમાં દક્ષિણપંથી પાર્ટી સૌથી મોટી શક્તિ તરીકે ઉભરી શકે છે. બીજી બાજુ ચૂંટણી વચ્ચે દેશમાં તણાવપૂર્ણ માહોલ છે. આ માહોલનો સામનો કરવા માટે 30,000 સુરક્ષા કર્મીઓને ગોઠવવામાં આવ્યા છે.
સ્થાનિક માધ્યમોના મતે એ બાબતને લઈ ચિંતિત છે કે બદલાઈ રહેલા રાજકીય સ્થિતિમાં ચૂંટણી બાદ કોઈ મોટો રાજકીય ભૂકંપ આવી શકે છે, સ્થાનિક મતદાતાના મતે ફ્રાંસ ગણતંત્રના ઈતિહાસમાં એક મોટું પરિવર્તન જોવા મળી શકે છે.
41 વર્ષિય સિવિલ સેવક એડેલા ફોરનિયરે સહમતિ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે હું ઈચ્છું છું કે પ્રજાનો મૂડ શાંત હોય, જોકે અમે તેનાથી ખૂબ જ દૂર છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોને જૂનના યુરોપિયન સંસદ વોટમાં હાર બાદ સમયથી ત્રણ વર્ષ અગાઉ ઓચિંતા જ ચૂંટણીની જાહેરાત કરી હતી. હવે તેમના દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી વિપરીત પરિણામ જોવા મળી રહ્યું છે.
ઘોર દક્ષિણપંથી નેતા મરીન લે પેનની રાષ્ટ્રીય રેલી (RN)એ 30 જૂનના રોજ યોજાયેલ પહેલા તબક્કાના મતદાનમાં લીડ મેળવી હતી અને હવે રવિવારે રન ઓફમાં આ ઉપલબ્ધિનું પુનરાવર્તન કરવા અગ્રેસર છે. સંભવતઃ તે સંપૂર્ણ બહુમતિ ન પણ મેળવી શકે, જેથી મેક્રોનને લે પેનના લેફ્ટનન્ટ, RN પાર્ટીના 28 વર્ષિય નેતા જોર્ડન બાર્ડેલાને પેરિસ ઓલિમ્પિકની યજમાનીના થોડા સપ્તાહ અગાઉ પ્રધાનમંત્રી તરીકે નિમણૂંક કરવા મજબૂર બનવું પડે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
