<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

કોરોનાનો નવો પ્રકાર અમેરિકા અને ઇંગ્લેન્ડમાં ફેલાવા લાગ્યો: રોગપ્રતિકાર શક્તિના ભૂક્કા બોલાવવાની ક્ષમતા ચિંતાજનક

કોરોનાના નવા પ્રકારો ફ્લર્ટ (FLiRT) અને એલબી વન (LB.1), યુએસ, યુકેમાં ફેલાવા લાગ્યા છે: ઉનાળાની શરૂઆતથી વૈશ્વિક સ્તરે કોરોનાના કેસના પુનરાગમનનો ભય સર્જાયો છે, ખાસ કરીને નવા પ્રકારો ફ્લર્ટ અને એલબી વન ના ફેલાવાનો..

ફ્લર્ટ કોરોના સ્ટ્રેન્સ, ઓમિક્રોનના પેટા પ્રકારો છે. જે જાન્યુઆરી ૨૦૨૨માં ભારતમાં કોરોનાના ચેપના ત્રીજા મોજામાં છવાઈ ગયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સમાં ૬૦% થી વધુ કોવિડ-૧૯ કેસો માટે ફ્લર્ટ સ્ટ્રેન્સ હિસ્સો ધરાવે છે.

ઉધરસ, થાક અને પાચન સંબંધી સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ પ્રકારમાં કોરોના ટ્રાન્સમિશન થવાનો રેટ વધે છે. 

ચિંતાનો વિષય એ છે કે રસીઓ અને અગાઉના ચેપથી મેળવેલ રોગપ્રતિકારક શક્તિના ભુક્કા બોલાવવાની તેની ક્ષમતા.. 

(11:03 PM IST)