<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

વાછરડાને બચાવવા આ માણસે પોતાનો જીવ જોખમમાં મૂક્યો: આસામમાં ભયાનક પૂરનો જુઓ વાયરલ વિડિઓ

વાયરલ વિડીઓમાં દુલિયાજાનમાં રહેતો એક વ્યક્તિ ગાયના વાછરડાને બચાવતો જોવા મળી રહ્યો છે.

ગુવાહાટી.  : આસામના પ્રખ્યાત કાઝીરંગા નેશનલ પાર્કમાં આવેલા વિનાશક પૂરના કારણે અત્યાર સુધીમાં કુલ 129 જંગલી પ્રાણીઓના મોત થયા છે. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી. મૃત પ્રાણીઓમાં છ ગેંડા, 100 હોગ ડીયર (પાડા), બે સાંબર અને એક ઓટરનો સમાવેશ થાય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

    તેમણે જણાવ્યું હતું કે આ પ્રાણીઓ મુખ્યત્વે પાણીમાં ડૂબી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા, જ્યારે બે પ્રાણીઓ પૂરના કારણે ઉંચી જગ્યા પર જતા સમયે વાહનોની અડફેટે આવી ગયા હતા

 . આ દરમિયાન આસામ પૂર સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુલિયાજાનમાં રહેતો એક વ્યક્તિ ગાયના વાછરડાને બચાવતો જોવા મળી રહ્યો છે.  

    વીડિયોમાં જોઈ શકાય છે કે પૂરના પાણીમાં ડૂબતા વાછરડાને બચાવવા માટે એક વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. સારી વાત એ હતી કે તેણે ત્યાં હાજર અન્ય લોકોની મદદથી વાછરડાને બચાવી લીધો.

  કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનના પ્રાણીઓ કાર્બી આંગલોંગ ટેકરીઓ પાર કરવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-715 ના એક ભાગનો ઉપયોગ કરે છે. અધિકારીએ જણાવ્યું કે મૃત્યુ પામેલા તમામ પ્રાણીઓમાંથી 20ના સારવાર દરમિયાન મોત થયા છે. તેમણે કહ્યું કે હાલમાં 26 પ્રાણીઓ તબીબી સંભાળ હેઠળ છે અને 50 અન્યને સારવાર બાદ છોડી દેવામાં આવ્યા છે. દરમિયાન, આસામમાં આ વર્ષે અત્યાર સુધીમાં પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાને કારણે 70 લોકોના મોત થયા છે. રાજ્યના 29 જિલ્લા પૂરથી પ્રભાવિત છે. તેમાંથી સૌથી વધુ 7.95 લાખ લોકો ધુબરીમાં પૂરથી પ્રભાવિત થયા છે. આ સાથે કચર અને દરરંગ જિલ્લા પણ પૂરથી ખૂબ પ્રભાવિત થયા છે, બંને જિલ્લામાં 1.5 લાખ લોકો પૂરમાં ફસાયા છે.

(11:42 PM IST)