તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 8th July 2024
એક આંબા પર ૨૪ ટાઇપની કેરી ઉગાડી

મેરઠ,તા. ૮: કલીમુલ્લા ખાતે એક વૃક્ષ પર ૧૦૦થી વધુ વરાઇટીની કેરી ઉગાડી હતી. એના પરથી પ્રેરણા લઇને મેરઠના નદીમભાઇએ પોતાના ઘરની પાસેના એક આંબા પર કમલકારી કરી છે. ગ્રાફિંટગના પ્રયોગ કરીને તેમણે અત્યાર સુધીમાં એક વૃક્ષ પર ૨૪ પ્રકારના આંકા ઉગાડવામાં સફળતા મેળવી છે. ચૌસા, લંગડા, બીજુ, હમરા, આફૂસ અન એના જેવી લગભગ ૨૪ ટાઇપની કેરીઓ આ વૃક્ષ પર ઉગે છે. નવાઇની વાત એ છે કે આ ભાઇનું પોતાનું કંઇ એવું મોટું આંબાવાડિયુ નથીં. તેમણે માત્ર શોખ ખાતર જ ગ્રાફિંટગના પ્રયોગ કર્યા છે. આ વર્ષે વધુ માત્રામાં કેરીઓ ઉતરી નથી. પરંતુ ૨૪ જાતની કેરીઓ ઘર માટે ખાવા તેઓ વાપરે છે.
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
