તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 8th July 2024
મુંબઈમાં મેઘરાજાનું તાંડવઃ 12 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર :અનેક વિસ્તારોમાં ઘુટણસમા પાણી ભરાયા
લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા : BMCએ વરસાદને કારણે બાળકો માટે સ્કૂલમાંથી રજા જાહેર કરી

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. ભારેથી અતિભારે વરસાદ વરસતા સમગ્ર મુંબઇ શહેર જાણે પાણીમાં ડુબ્યુ છે. અહીં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. કેટલાક વિસ્તારમાં યલો એલર્ટ અપાયુ છે.
મુંબઈમાં સવારે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીના છ કલાકમાં 300 મિમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન BMCએ વરસાદને કારણે બાળકો માટે સ્કૂલમાંથી રજા જાહેર કરી છે. હાલમાં મુંબઈમાં વરસાદ બંધ થઈ ગયો છે.
ચોમાસાની શરુઆત સાથે મુંબઈમાં મેઘરાજા વરસી પડ્યા છે. સમગ્ર શહેરમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના થાણે અને પાલઘરમાં ગઈકાલે ભારે વરસાદ બાદ હવે મુંબઈમાં પણ વરસાદ પડી રહ્યો છે. રાતભર વરસાદ પડ્યો; મુંબઈમાં કિંગ સર્કલ, અંધેરી સબવે જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
