<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

મુંબઈ જળબંબોળ : બપોરે દરિયામાં હાઈટાઈડની ચેતવણી : 4.4 મીટરના મોજા ઉછળવાની આશંકા

થાણે જિલ્લાના કસારા અને ટિટવાલા સ્ટેશનો વચ્ચેની લોકલ ટ્રેન સેવાઓ ભારે વરસાદ અને ઝાડ પડવાને કારણે ખોરવાઈ

મુંબઈમાં સવારે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીના છ કલાકમાં 300 મિમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન BMCએ વરસાદને કારણે બાળકો માટે સ્કૂલમાંથી રજા જાહેર કરી છે. હાલમાં મુંબઈમાં વરસાદ બંધ થઈ ગયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે હાઈ ટાઇડનો સમય બપોરે 1.57 વાગ્યાનો છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં 4.4 મીટરના મોજા ઉછળવાની આશંકા છે. જો ત્યાં સુધી આ વરસાદ ચાલુ રહેશે તો મુશ્કેલી વધી શકે છે. આ પહેલા રવિવારે થાણે જિલ્લાના કસારા અને ટિટવાલા સ્ટેશનો વચ્ચેની લોકલ ટ્રેન સેવાઓ ભારે વરસાદ અને ઝાડ પડવાને કારણે ખોરવાઈ ગઈ હતી

(11:45 AM IST)