<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

ગુજરાત સરકાર દ્વારા કર્ણાટકમાં હસ્‍તાકલા ઉત્‍સવઃ પ્રદર્શન-વેંચાણ

કર્ણાટકના મૈસુરમાં ગુજરાત ઉધોગ વિભાગ હેઠળના ઇન્‍ડેક્ષ્ટ સી દ્વારા યોજાયેલ ગુજરાત હેન્‍ડીક્રાફટ ઉત્‍સવના ઉદ્‌ઘાટન પ્રસંગની તસ્‍વીર. (૩.૪)

રાજકોટઃ મૈસુર-કર્ણાટકમાં ગુજરાત હાથશાળ -હસ્‍તકલાના કલા-કારીગરોને માકેટિંગ પ્‍લેટફોર્મ માટે ‘‘ગુજરાત હેન્‍ડીક્રાફટસ ઉત્‍સવ''નું પ્રદર્શન-સહ વેચાણ મેળો તા. ૫ થી તા. ૧૪ જુલાઇ સુધી ઇન્‍ડેક્ષ્ટ-સી દ્વારા યોજેલ છે. ઇન્‍ડેક્ષ્ટ-સી દ્વારા હાથશાળ-હસ્‍તકલાના કારીગરોને રાજયના વિવિધ શહેરો તથા ગુજરાત બહારના અન્‍ય રાજયોમાં માકેટિંગ પ્‍લેટફોર્મ પુરૂ પાડવામાં આવે છે. રાજયના અંતરિયાળ ગામોના હસ્‍તકલા-હાથશાળ,કુટિર અને ગ્રામોધોગની વંશપરપરાગત  કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરો દ્વારા રાજયના ભવ્‍ય, ભાતિગળ અને વૈવિધ્‍યપૂર્ણ કલા-વારસાની ગુજરાતની હસ્‍તકલાને ઉજાગર કરવા પ્રદર્શન-સહ વેચાણ હાટ યોજેલ છે.

મૈસુરની કલા-રસિક જનતા ગુજરાતી હસ્‍તકલાને  આવકારે છે. અને મૈસુરમાં જેની બોલબાલા છે. આ ઉત્‍સવ દરમ્‍યાન બહોળીસંખ્‍યામાં મૈસુરવાસીઓ ઉપસ્‍થિત રહી ગુજરાતના કલા-કસબીઓને પ્રોત્‍સાહિત કરેલ.

ઉત્‍સવનું ઉદ્‌ધાટન જે.એસ.મૈસુર અર્બન હાટ ખાતે જીલ્લાપંચાયત- મૈસુરના ચીફ એકઝીકયુટીવ ઓફિસર શ્રીમતી કે.એમ. ગાયત્રી (આઇ.એ.એસ.) દ્વારા કરવામાં આવ્‍યું હતું. જે પ્રસંગે જે.એસ.એસના સેક્રેટરી શ્રી ડો.સી.જી.બેટસુરમઠ, નેશનલ અર્બન લાઇવલીહુડ મિશનના મિશન ડાયરેકટરશ્રી અર્જુન વોડુયાર આઇ.એ.એસ.નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજીના ડાયરેકટર ડો. યતિન્‍દ્ર લકન્ના તેમજ જે.અસે. ઇન્‍ડેક્ષ્ટ-સી ના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

મૈસુર હાટ ખાતેના આ સમગ્ર ઉત્‍સવનું આયોજન ઇન્‍ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામક અને.ડી.  પરમાર જી.એ.એસ. ના માર્ગદર્શન હેઠળ મેનેજર (વર્ગ-૧) શ્રી આર.એસ.શાહ તથા સિનિયર ઓફિસર (પી.પી.) શ્રી આર.એસ.પ્રજાપતિ દ્વારા કરેલ છે. મૈસુરમાં જેનું સંચાલન મેનેજર (માર્કેટીંગ) ડો. સ્‍નેહલ મકવાણા દ્વારા કરવામા આવી રહયુ છે.આ મેળ-પ્રદર્શનની સફળતા માટે શ્રી પ્રવીણ સોલંકી આઇ.એ.એસ. ચેરમેનશ્રી, ઇન્‍ડેક્ષ્ટ-સી અને સચિવશ્રી, ઉધોગ અને ખાત વિભાગે શુભેચ્‍છા પાઠવેલ છે.

(12:02 PM IST)