News of Monday, 8th July 2024
કાશ્મીરમાં બધુ બરાબર છે એવું બતાવવા ચૂંટણી પહેલા નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લીધી!

જમ્મુઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા પ્રશાસને કેટલાય મુખ્ય રાજકીય નેતાઓ, ભૂતપૂર્વ ન્યાયધીશો અને પોલીસ અધિકારીઓ ઉપરાંત કેટલાક પત્રકારોની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. રાજકીય વિશ્લેષકો આને કાશ્મીરમાં બધુ બરાબર હોવાનું દેખાડવાના પ્રયાસો માને છે.
જો કે ઓફિશ્યલ સુત્રોનું કહેવું છે કે આ પ્રક્રિયા પર બહુ વિચાર કરાયો હતો. અને રાજ્ય કક્ષાની સમિતિ (એસએલસી)એ ૩૦ માર્ચ ૨૦૨૪ના રોજ કેટલાક વીઆઇપીઓની સુરક્ષા અને ગાર્ડ પરત લેવાનો જે નિર્ણય કર્યો હતો. તેના હેઠળ આ પગલું લેવાયું છે.
પોલીસ પ્રશાસને ૫૭ વીઆઇપીઓની યાદી જાહેર કરી છે જેમની સુરક્ષા પાછી ખેંચી લેવાઇ છે. આ આદેશ પર એસએલપી શ્રીનગરની સહી છે. પ્રશાસનના આ નિર્ણયથી અહીં નવી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. લોકો આ નિર્ણયના સમય પર સવાલો ઉઠાવી રહ્યા છે. પોલીસ દ્વારા જાહેર કરાયેલ આ આદેશ કેટલાય લોકોને આヘર્યચકિત કરી રહ્યો છે. કેમ કે તેમાં સ્પષ્ટપણે કોઇ તર્ક નથી જોવા મળતો. એક રાજકીય નેતાનું કહેવું છે કે હાલમાં જ તમે લોકસભા ચૂંટણીઓ પુરી કરી છે અને વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ કરી રહ્યા છો ત્યારે જ કેટલાક મુખ્ય રાજકીય નેતાઓની સુરક્ષા પાછી લઇ રહ્યા છો તમે શું સંદેશ આપવા માંગો છો.!
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
