તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Monday, 8th July 2024
હિમલીંગને પીગળતા ના રોકી શકી ફેન્સીંગ અને ગ્રીલઃ હવે શ્રાઇન બોર્ડને અત્યાધુનિક ટેકનીકનો જ છે સહારો
અમરનાથ યાત્રા શ્રાઇન બોર્ડના તમામ દાવાઓ ખોટા પડયા

જમ્મુ તા. ૮: અમરનાથ યાત્રા શ્રાઇન બોર્ડના બધા અનુમાનો ખોટા ઠર્યા છે જે લોખંડ અને કાચની ગ્રીલનો સહારો હિમલીંગ પીગળતું બચાવવા માટે લેવાયો હતો તે પણ તેને પીગળતા નથી રોકી શકી કેમકે આ વખતે રર ફુટનું હિમલીંગ ઓગળીને અંતર્ધ્યાન થઇ ગયું છે. આવું ભકતોના શ્વાસની ગરમીની સાથે સાથે ગ્લોબલ વોર્મીંગથી પણ થયું છે. હવે આનાથી બચવા માટે અત્યાધુનિક ટેકનીકનો જ સહારો છે પણ શ્રાઇન બોર્ડ આ ટેકનીકની મદદ કેમ નથી લેતું તેની પાછળના કારણો સ્પષ્ટ નથી.
શ્રાઇન બોર્ડના અધિકારીઓ અનુસાર, અમરનાથ ગુફાને ટેકનોલોજીની મદદથી ઠંડી અને વાતાનુકુલિત બનાવવાની યોજના શ્રાઇન બોર્ડે એ સમયે જ તૈયાર કરી હતી જયારે તે અસ્તિત્વમાં આવ્યું હતું. પણ આ મામલો કેટલાય વર્ષ કોર્ટમાં રહ્યો જેના લીધે શ્રાઇન બોર્ડ આ બાબતે કોઇ પગલું ઉઠાવતા ખચકાય છે.
તેઓ કહે છે કે ગુફાને સંપૂર્ણપણે વાતાનુકુલિત કરવા માટે, આઇસ સ્કેટીંગ રીંક ટેકનીકનો ઉપયોગ કરવાની યોજના છે. આ સિવાય કેટલાક અન્ય પ્રસ્તાવો પર પણ વિચાર કરાયો હતો જેમાં એર કર્ટન, રેડીયંટીસ ફબીંગ પેનલ અને ફ્રોઝન બ્રાઇન ટેકનીકનો ઉપયોગ પણ હતો.
તેમના અનુસાર, આમાંથી કેટલીક ટેકનીકનો સફળ પ્રયોગ મુંબઇ, શ્રીનગર અને ગુલમર્ગમાં કરી લેવાયો હતો પણ અમરનાથ ગુફામાં તેનો પ્રયોગ કરતા પહેલા જ માનનીય કોર્ટે તેના પર રોક લગાવી દીધી હતી. શ્રાઇન બોર્ડના અધિકારીઓને રેડીયંગ કૂલીંગ પેનલ્સનો વિકલ્પ યોગ્ય લાગ્યો હતો પણ હાઇકોર્ટ દ્વારા તેના પર રોક લગાવવાના કારણે આ બાબત અંતિમ તબકકામાં પહોંચ્યા પછી રોકાઇ ગઇ હતી.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
