<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

ચીન સાથે નિપટવા ભારતની ‘ઇન્‍ફ્રા વોર'

ઝડપભેર વિકસીત કરાઇ રહ્યા છે રસ્‍તા, સુરંગ અને એરફીલ્‍ડ

નવી દિલ્‍હી તા. ૮ : ભારતીય વિસ્‍તારોમાં ઘૂસણખોરીના ઇરાદાથી ચીનના નિર્માણકાર્યોના જવાબમાં ભારતે પણ વાસ્‍તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર આધારભૂત માળખા તૈયાર કરવાની ‘ઇન્‍ફ્રા વોર' ચાલુ રાખી છે. એલએસી પર રસ્‍તાઓ, સુરંગો અને હવાઇ પટ્ટીઓનું માળખુ વિકસીત કરાઇ રહ્યું છે. તેને સેનાની જરૂરીયાતોની સાથે અહીંના વિકાસ સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, એલએસી પર ભારતની પરિયોજનાઓથી ચીન ગુસ્‍સે થયું છે. તે ભારતના દાવાવાળા વિસ્‍તારમાં બંકર અને અન્‍ય નિર્માણો કરી રહ્યું છે. લદ્દાખમાં પેંગોંગ લેક પાસે ચીનના નવા નિર્માણોની સેટેલાઇટ તસ્‍વીરો સામે આવ્‍યા પછી ભારત સતર્ક છે.

ચીન સાથે વધતા ગતિરોધ પછી ભારતે એલએસી પર જે પરિયોજનાઓને ઝડપથી પુરી કરી છે, તેમાં પેંગોંગના ઉત્તર કિનારા પર ફીંગર ૪ તરફ બ્‍લેક ટોપવાળો રસ્‍તો અને ૧૩ હજાર ફુટથી વધુ ઉંચાઇએ વિશ્વનો સૌથી લાંબો ડબલ લેન સેલા ટનલ રોડ પરિયોજના મુખ્‍ય છે.

ચીનના મુકાબલા માટે લગભગ ૨૭ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલ એનએચ ૯૧૩ના રૂપમાં ફ્રંટીયર હાઇવે એલએસીની નજીક અભેદ દિવાલ સાબિત થશે. આ હાઇવે બોમડીલાથી શરૂ થઇને નાફ્રા, હુરી અને મોનીગોંગથી પસાર થશે. મોનીગોંગ ભારત - તિબેટ સરહદનો સૌથી નજીકનો વિસ્‍તાર છે. એનએચ૯૧૩ એલએસી નજીક જીદો અને ચેન્‍કવેંતીથી પણ પસાર થશે અને મ્‍યાંમાર સરહદ પર વિજયનગરમાં ખતમ થશે. તેના પર સેનાની ઝડપી હેરફેર માટે ૨૧૭૮ કિલોમીટર લાંબા છ ઇન્‍ટર હાઇવે પેસેજ બનાવાઇ રહ્યા છે. સૂત્રો અનુસાર આ પ્રોજેકટનું કામ ઝડપભેર થઇ રહ્યું છે

(3:24 PM IST)