<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

ડ્રાઈવરે સરકારી બસ ઓવર સ્‍પીડમાં દોડાવી : પલટી મારતા ૪૦થી વધુ બાળકો ઘાયલ : એક મહિલા ગંભીર

હરિયાણાના પંચકૂલા નજીકની ઘટના

ચંદીગઢઃ હરિયાણાના પંચકૂલા નજીક પિંજોરના પર્વતીય વિસ્‍તારોમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અહીં એક ડ્રાઈવરે સરકારી બસને ઓવરસ્‍પીડમાં દોડાવતાં પલટી ખાઈ ગઇ હતી. જેના પગલે ૪૦થી વધુ બાળકો ઈજાગ્રસ્‍ત થયાના અહેવાલ સામે આવ્‍યા છે.

ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્‍ત બાળકોને પંચકૂલા સેક્‍ટર ૬ની હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. જો કે હજુ સુધી કોઈ મળત્‍યુના અહેવાલ સામે આવ્‍યા નથી પણ અનેક બાળકોની હાલત ગંભીર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ અકસ્‍માતમાં એક મહિલાની હાલત ગંભીર જણાવાઈ રહી છે. તેને સારવાર અર્થે હોસ્‍પિટલ લઈ જવામાં આવી હતી. બસમાં વધારે પડતાં મુસાફરો અને ઓવરસ્‍પીડમાં દોડાવવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી મળી રહી છે. એવો પણ દાવો કરાયો છે કે રોડની હાલત પણ સારી નહોતી.

(3:34 PM IST)