તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 8th July 2024
હરિયાણામાં વરસાદ વચ્ચે સ્કુલ બસ પલ્ટી : ૪૦ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત
મુંબઇ, મધ્યપ્રદેશ, બિહાર સહિત અનેક રાજયોમાં વરસાદથી ગંભીર પરિસ્થિતિ સર્જાય : અનેક જગ્યાએ વિજળી પડી

નવી દિલ્હી, તા. ૮ : દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણ ગંભીર પરિસ્થિતિ સર્જાઇ છે. મુંબઇમાં ૬ કલાકમાં ૧૧.૮ ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. શાળા કોલેજ બંધ રહેશે. હવામાન વિભાગે આજે ૧૧ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગે ગુજરાતના ઘણા વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દેશના ૧૧ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ઉત્તરાખંડ બાદ હવે મુંબઇમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. મુંબઇમાં માત્ર ૬ કલાકમાં ૧૧.૮ ટકા વરસાદ પડ્યો છે. ભારે વરસાદ બાદ મુંબઇમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદને કારણે શાળા અને સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે. મહારાષ્ટ્રના ઘણા જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂરી જેવી સ્થિતિ સર્જાઇ છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ કામગીરી કરી રહી છે. તો ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઉત્તરાખંડમાં કેદારનાથ અને બદ્રીનાથ હાઇવે સહિત ૧૧૫ થી વધુ રસ્તા બંધ થઇ ગયા છે. હરિયાણાના પંચકુલામાં સ્કૂલ બસને મોટો અકસ્માત નડ્યો છે. પંચકુલા જિલ્લાના પિંજોરમાં નૌલ્ટા ગામ નજીક હરિયાણા રોડવેઝ બસ પલટી જવાથી ૪૦ થી વધુ બાળકો ઘાયલ થયા છે. ઘાયલ બાળકોને સારવાર માટે પિંજૌર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસની ઓવર સ્પીડ, વધારે મુસાફરો અને ખરાબ રોડ રસ્તાને કારણે આ અકસ્માત થયો હોવાનું મનાય છે.દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણ ગંભીર પરિસ્થિતિ સર્જાઇ છે. મુંબઇમાં ૬ કલાકમાં ૧૧.૮ ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. શાળા કોલેજ બંધ રહેશે. હવામાન વિભાગે આજે ૧૧ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગે ગુજરાતના ઘણા વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરી છે.બિહારમાં છેલ્લા ૨૪ કલાકમાં વીજળી પડવાથી ૧૨ લોકોના મોત થયા છે. બિહાર સરકાર દ્વારા મળતકોના પરિવારને ૪ -૪ લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
