<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

જો મોદી સરકારને ૪૦૦ બેઠક મળી ગઈ હોત તો પાક કબજાગ્રસ્‍ત કાશ્‍મીર પાછું લાવવું શકય બનત

કેન્‍દ્રિય મંત્રી તથા શિવસેના સાંસદ પ્રતાપરાવ જાધવનો દાવો

નવી દિલ્‍હી, તા.૮: લોકસભા ચૂંટણી ૨૦૨૪ વચ્‍ચે પાકિસ્‍તાન અધિકળત કાશ્‍મીરનો મુદ્દો ખૂબ જ જોર-શોરથી ઉઠાવવામાં આવ્‍યો હતો. હવે ચૂંટણી પરિણામ અને સરકારની રચના બાદ કેન્‍દ્રીય મંત્રી અને શિવસેના સાંસદ પ્રતાપરાવ જાધવે POK અંગે મોટો દાવો કર્યો છે. તેમણે સ્‍પષ્ટ કહ્યું કે, જો મોદી સરકાર (NDA)ને લોકસભામાં ૪૦૦થી વધુ બેઠકો મળી હોત તો POKને પાછું લેવું શકય હતું. 

કેન્‍દ્રીય મંત્રી અને શિવસેના સાંસદ -તાપરાવ જાધવે  રવિવારે કહ્યું હતું કે, જો મોદી સરકારને લોકસભા ચૂંટણીમાં ૪૦૦થી વધુ બેઠકો મળી હોત તો પાકિસ્‍તાન અધિકળત કાશ્‍મીર (POK)ને ભારતમાં સામેલ કરવું અને ૧૯૬૨માં ચીન દ્વારા કબ્‍જે કરવામાં આવેલી જમીનને પરત લેવું શકય બન્‍યું હોત. POK ભારતનો અભિન્ન અંગ હોવા છતાં પાકિસ્‍તાનના કબજામાં છે.

એક સમારોહમાં મંત્રીએ એ પણ દાવો કર્યો કે, વડાપ્રધાન મોદી લાંબા સમયથી POKને ભારતના નકશામાં સામેલ કરવાનું સપનું જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, ભારતનું લક્ષ્ય ૧૯૬૨ના યુદ્ધ દરમિયાન ચીન દ્વારા કબજે કરી લેવામાં આવેલી જમીનને પણ ફરીથી પ્રાપ્ત કરવાનો છે. જો મોદી સરકારને ૪૦૦ થી વધુ બેઠકો મળી હોત તો બે તળતિયાંશ બહુમતી પ્રાપ્ત થઈ હોત અને તેનાથી આ આકાંક્ષાઓ શકય બની ગઈ હોત.

(4:03 PM IST)