તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 8th July 2024
ટુંક સમયમાં મંત્રી મંડળ વિસ્તરણઃ મુખ્યમંત્રી બદલાય તો પણ નવાઇ નહિ
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં અપેક્ષા મુજબ પરિણામ ન આવતા હાઇકમાન્ડ મોટા ફેરફારોની દિશામાં હોવાની ચર્ચાઃ એકથી વધુ પ્રકારની શકયતા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૮: તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી ના પરિણામો પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે રીતે ૪૦૦ પાર ની વાત કરતા હતા તે હકીકત સત્ય ન નીકળી અને ૨૪૦ બેઠકે અટકી જવું પડ્યું ગુજરાતમાં એવું કહેતા હતા કે તમામ બેઠકો પાંચ લાખથી વધારે લીડ થી જીતીશું પરંતુ બનાસકાંઠાના ગેનીબેન ઠાકોરે તે ખોટુ પાડયુ બીજું હવે આવનારા ટૂંક સમયમાં ગુજરાતમાં રાજ્યમંત્રી મંડળનું વિસ્તરણ અને મુખ્યમંત્રી બદલાય તેવી પૂરેપૂરી શકયતા છે. સરકારી આલમમાં ચર્ચાનો મુદ્દો બની છે વહીવટી કંટ્રોલ વર્તમાન સરકારનો ખૂબ જ નબળો છે તેનો સત્ય અહેવાલ ભારતીય જનતા પાર્ટીનેખબર છે બીજું વર્તમાન મંત્રીમંડળમાં ૮૦્રુ કરતાં વધારે મંત્રીઓને પોતાનો વિભાગ અને પોતાના વિભાગની હસ્તકના કર્મચારી કેડરની ખબર નથી હવે આવી પરિસ્થિતિમાં વર્તમાન સરકાર કેવી રીતે આગળ વધે છે તે જોવાનું રહે પરંતુ ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સંગઠન દ્વારા ૨૬ એ ૨૬ બેઠકો ૫ લાખ કરતા વધારે લીડ થી જીતીશું તેઓ દાવો ખોટો પડતા ભારતીય જનતા પાર્ટીનું હાઈ કમાન્ડ આગામી ટૂંક સમયમાં ગુજરાતમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળ બદલે તેવી પૂરેપૂરી શકયતાઓ આજની તારીખે દેખાઈ રહી છે
બીજી તરફ વર્તમાન સરકારનું વહીવટી કંટ્રોલ ખૂબ જ નિષ્ક્રિય દેખાઈ રહ્યો છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ સંગઠન અને ઓછો ધારાસભ્યોમાં ખૂબ જ મોટી નારાજગીનું પ્રમાણ જોવામાં આવી રહ્યું છે કેટલાક ધારાસભ્યોએ તો સચિવાલયના દ્વારે આવવાનું પણ બંધ કર્યું છે હવે આ પરિસ્થિતિમાં આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું હાઇકમાન્ડ શું નિર્ણય કરે છે તે જોવાનું રહ્યું
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
