<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

દેશભરમાં સર્વત્ર મેઘરાજાની મહેર : મન મૂકીને વરસ્‍યાં

ઉત્તરાખંડમાં પૂરની સ્‍થિતિ : ગોવામાં શાળાઓ બંધ રાખવા આદેશ : રાજસ્‍થાનમાં નદી-નાળામાં પાણીની આવક

નવી દિલ્‍હી, તા.૮: ચોમાસુ હવે જામી ગયું છે. મોટાભાગના રાજ્‍યોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. મુંબઈ, ઉત્તરાખંડ, આસામ, ગોવા અને રાજસ્‍થાન સહિત દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ નોંધાયો હતો.

બીજી બાજુ મહારાષ્‍ટ્રમાં મુંબઈ સિવાય અન્‍ય ભાગોમાં પણ ધોધમાર વરસાદ વરસ્‍યો હતો. જેના વીડિયો અને તસવીરો સામે આવ્‍યા હતા. અહીં રાયગઢમાં આવેલા કિલ્લા પર જાણે આભ ફાટયો હોય એટલો વરસાદ નોંધાયો હતો. જેના પ્રચંડ વહેણ વચ્‍ચે અનેક પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. 

ઉત્તરાખંડમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્‍યા હતા. અહીં વરસાદ જાણે આફત બનીને વરસ્‍યો. હતો. રુદ્રપુરમાં પૂરની સ્‍થિતિ સર્જાઈ હતી જેના પગલે એસડીઆરએફની ચાર ટીમ તહેનાત કરીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અનેક બોટનો ઉપયોગ કરીને લોકોને સુરક્ષિત સ્‍થાને ખસેડવાના પ્રયાસો કરવામાં આવ્‍યા હતા. ઉધમસિંહ નગર અને ચંપાવત જિલ્લાની વાત કરીએ તો ત્‍યાં તો છેલ્લા ૨૪ કલાકથી વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ આવ્‍યા હતા. અત્‍યાર સુધી ૪૫થી વધુ લોકોને સુરક્ષિત સ્‍થાને પહોંચાડાયાની માહિતી છે. ભુસ્‍ખલનની અનેક ઘટનાઓ સામે આવી છે.

તેલંગાણામાં સારો એવો વરસાદ નોંધાયો હતો. જેના પગલે પ્રવાસીઓનો ધસારો વૉટરફોલ તરફ વધી ગયો હતો. પાણીની આવક વધતાં બોગાથ વોટરફોલની સુંદરતા વધી ગઇ હતી અને તેના પગલે જ મોટી સંખ્‍યામાં પ્રવાસીઓ ઉમટી પડ્‍યા હતા.

ભારે વરસાદને કારણે ગોવાની સ્‍થિતિ ખરાબ છે. મુખ્‍યમંત્રી પ્ર-મોદ સાવંતે ધોરણ ૧૨ સુધીની શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્‍યો છે. જો કે આ દરમિયાન સરકારી કર્મચારીઓને ઓફિસમાં આવવા માટે કહેવામાં આવ્‍યું છે. આ ઉપરાંત ઉત્તરાખંડના નૈનીતાલમાં વરસાદને કારણે છ દિવસ સુધી શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. અહીં રવિવારે રાતે જ સેલાઉલિમ ડેમ પણ છલકાઈ ગયો હતો. તેને લઈને ટુરિસ્‍ટો આકર્ષિત થવા લાગ્‍યા છે.

ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં પૂર્વ તથા પશ્‍ચિમ રાજસ્‍થાનના અનેક ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસયા હતા. ચુરુ, ગંગાનગર, હનુમાનગઢ, દૌસા, કરૌલી, જયપુર, ડુંગરપુર જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે નદી-નાળામાં પણ પાણીની ભરપૂર આવક થતાં છલકાઈ ગયા હતા. જોકે વરસાદને કારણે અનેક દુર્ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્‍યા હતા.

નેપાળમાં પણ વરસાદના કારણે અનેક લોકોના મોત થયા છે. નેપાળના ગળહ મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, નેપાળમાં છેલ્લા ચાર સપ્તાહમાં વરસાદના કારણે ૬૨ લોકોના મોત થયા છે. ૯૦ લોકો ઈજાગ્રસ્‍ત થયા છે. આ ચોમાસા સંબંધિત મળત્‍યુના મુખ્‍ય કારણો ભૂસ્‍ખલન, પૂર અને વીજળી છે. ૩૪ લોકો ભૂસ્‍ખલનમાં મળત્‍યુ પામ્‍યા હતા જ્‍યારે ૨૮ લોકો અવિરત વરસાદના કારણે પૂરમાં મળત્‍યુ પામ્‍યા હતા. આ કુદરતી આફતોના કારણે સાત લોકો ગુમ પણ થયા છે.

હવામાન વિભાગે આ સાથે દિલ્‍હીથી, રાજસ્‍થાન, બિહાર સહિત પર્વતીય રાજ્‍યોને મિલાવીને કુલ ૧૦ રાજ્‍યોમાં ધોધમાર વરસાદની આગાહી પણ કરી છે. હવામાન વિભાગને તેની આગાહીમાં જણાવ્‍યું કે ઉત્તર પશ્‍ચિમ અને મધ્‍ય ભારતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્‍યમ વરસાદ થવાની શકયતા છે. IMD અનુસાર આગામી ચાર દિવસ એટલે ૧૨ જુલાઈ સુધી અનેક રાજ્‍યોમાં ધોધમાર વરસાદ પડશે. તેમાં દિલ્‍હી, રાજસ્‍થાન, બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્‍યપ્રદેશ, ગુજરાત, પંજાબ, હરિયાણા, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્‍મુ-કાશ્‍મીર, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ સહિત અનેક રાજ્‍યોમાં વરસાદ અંગે એલર્ટ જાહેર કરાયું છે.(

(4:21 PM IST)