<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

ગરમીને શાંત કરવા ગાઝિયાબાદના લોકોએ ૪૦૦ કરોડ રૂપિયાની બિયર ગટગટાવી

એટલા બધા કેન ખોલવામાં આવ્‍યા કે રેકોર્ડ તૂટી ગયો

ગાઝિયાબાદ, તા.૮: ઉનાળાના ધગધગતા મહિનાઓ, કેટલાક મોટા વીકએન્‍ડ્‍સ અને આઈપીએલ સીઝનનો ગાંડપણ અને બીયર. ગાઝિયાબાદમાં છેલ્લા ૩ મહિનામાં મોટી સંખ્‍યામાં કેન ખોલવામાં આવ્‍યા છે. એપ્રિલ અને જૂન વચ્‍ચે શહેરમાં બિયરની નદીઓ વહે છે. આ સમયગાળા દરમિયાન ૩૯૭.૧ કરોડ રૂપિયા (લગભગ ૪૦૦ કરોડ રૂપિયા)ની બિયરનું વેચાણ થયું છે. આ આંકડો ગયા વર્ષના સમાન ત્રણ મહિનામાં વેચાણથી ૧૬ ટકા વધ્‍યો છે, જ્‍યારે આવક રૂ. ૩૭૩.૮ કરોડ હતી.

ગાઝિયાબાદના આબકારી નિરીક્ષક સંજય સિંહે જણાવ્‍યું કે આ ઝડપી વેચાણ પાછળનું કારણ ભાવમાં ફેરફારનો અભાવ અને વધુ પડતી ગરમી છે. એપ્રિલથી જૂન વચ્‍ચે ગાઝિયાબાદમાં ૧.૩ કરોડ બિયરનો વપરાશ થયો હતો. જે ગયા વર્ષના સમાન ગાળામાં ૧.૧૫ કરોડથી વધુ છે. ચોમાસાના આગમન સાથે વપરાશમાં ઘટાડો થયો છે. પરંતુ સપ્‍ટેમ્‍બર સુધી માંગ ચાલુ રહેશે.

સાહિબાબાદના રહેવાસી અવિક રાયે જણાવ્‍યું કે ઉનાળાની ઋતુમાં લસ્‍સી, છાશ, લીંબુ શરબતની સાથે બીયર પણ લોકપ્રિય પીણું બની ગયું છે. તેના હળવા સ્‍વાદ અને ઠંડકને કારણે તે ઉનાળામાં પ્રિય પીણું સાબિત થઈ રહ્યું છે.

બ્રેવર્સ એસોસિએશન ઓફ ઈન્‍ડિયા સાથે સંકળાયેલા વિનોદ ગિરીએ જૂનમાં જ કહ્યું હતું કે ઉનાળાની સિઝનમાં બિયરનો વપરાશ ૧૦ ટકા વધી જશે. આ આંકડો કોવિડ સંક્રમણની શરૂઆત પછીના સર્વોચ્‍ચ સ્‍તરે છે.

(4:50 PM IST)