તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 8th July 2024
અમેરિકામાં ભીષણ ગરમીનો હાહાકાર : પારો ૫૩ ડિગ્રીને પાર..! ડેથ વેલી નેશનલ પાર્કમાં એકનું મોત
વોશીંગ્ટનમાં થોડા દિવસો પહેલા પૂર્વ યુએસ પ્રેસીડન્ટ લીંકનની મીણની પ્રતિમા ઓગળી ગઇ હતી

વોશિંગટન, તા.૮: અમેરિકામાં હાલ તીવ્ર ગરમીનું મોજું જોવા મળી રહ્યું છે. અનેક ભાગોમાં આકાશમાંથી આગ વરસી રહી છે. દરમિયાન અમેરિકાના કેલિફોર્નિયામાં ડેથ વેલી નેશનલ પાર્કમાં ગઈકાલે રવિવારે તાપમાન ૫૩.૩ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. ભારે ગરમીના કારણે ડેથ વેલી પહોંચેલા એક પ્રવાસીનું મળત્યુ થયું હતું, જ્યારે બીજાને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે.પાર્કના અધિકારી માઈક રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, ઙ્કઆટલી તીવ્ર ગરમીથી આરોગ્ય માટે જોખમ ઊભું થઈ શકે છે. અમેરિકાના ઘણા ભાગોમાં આ વર્ષે ભારે તાપમાન જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે પહેલાથી જ મધ્ય અને પૂર્વ વિસ્તારોમાં રહેતા લોકોને ભારે ગરમી માટે તૈયાર રહેવા ચેતવણી આપી હતી. આ વખતે અમેરિકાના લોકો છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી વધુ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. અમેરિકન અધિકારીઓએ પણ લોકોને ગરમીને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા જણાવ્યું છે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગરમીના કારણે વોશિંગ્ટન ડીસીમાંથી એક ચોંકાવનારી તસવીર સામે આવી હતી. અહીં પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનની છ ફૂટ ઊંચી મીણની પ્રતિમા પીગળી ગઈ હતી. ગરમીના કારણે લિંકનની પ્રતિમાનું માથું પીગળી ગયું હતું અને ધડથી અલગ થઈ ગયું હતું. અબ્રાહમ લિંકનની પીગળેલી મૂર્તિઓની તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ હતી.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
