તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 8th July 2024
મુંબઈમાં અનરાધાર વરસાદથી હાહાકાર: લોકોને ઘરની બહાર નહીં નીકળવા સીએમ શિંદેની અપીલ:સેના એલર્ટ : જુઓ વિડિઓ
પોલીસ કમિશનરે કહ્યું છે કે તેઓ કોઈને પણ દરિયાકાંઠાના વિસ્તાર નજીક આવવા ન દે. શહેરમાં ભારે વરસાદને જોતા સેના, નેવી અને વાયુસેનાને પણ એલર્ટ કરી દીધા

મુંબઈમા ભારે વરસાદને પગલે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સતત સવારે 6 વાગ્યા સુધી પડેલા ભારે વરસાદને પગલે મુંબઈમાં હાહાકાર થઈ ગયો છે. અનેક ધારાસભ્ય અને વિધાન પરિષદના સભ્યો વિધાનસભા પહોંચી શક્યા ન હતા જેના પગલે બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે લોકોને અપીલ કરી કે જ્યાં સુધી બહુ જરુરી ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળો. તેમણે કહ્યું કે, પોલીસ કમિશનરને પણ કહ્યું છે કે તેઓ કોઈને પણ દરિયાકાંઠાના વિસ્તાર નજીક આવવા ન દે. શહેરમાં ભારે વરસાદને જોતા સેના, નેવી અને વાયુસેનાને પણ એલર્ટ કરી દીધા છે.
મુંબઈના કેટલાંક વિસ્તારોમાં આજે સવારે 7 વાગ્યા સુધીમાં 300 મિમીથી વધુ વરસાદ થયો, જેના કારણે રસ્તાઓ જળમગ્ન થઈ ગયા અને ટ્રેન તથા ફ્લાઈટ સેવા પ્રભાવિત થઈ. અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. મુંબઈ કઈ રીતે આ પડકારોને પાર પાડવાનો પ્રયાસ કરી રહી છે તે અગે પત્રકારો સાથે વાત કરતા CM એકનાથ શિંદેએ નગર નિગમ અને બચાવ દળ દ્વારા ઉઠાવેલા પગલાં અંગે જાણકારી આપી.
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું કે અનેક જગ્યાએ રેલના પાટ્ટાઓ ડૂબી ગયા હતા અને રેલવે, એનડીઆરએફ અને નગર નિગમના અધિકારીઓએ ઘણું પાણી બહાર કાઢ્યું. હવે ટ્રેન ચાલી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું, નગર નિગમના 461 મોટર પંપ અને રેલવેના 200 પંપ ચાલી રહ્યાં છે. હું સવારથી જ તમામ વિભાગોના સંપર્કમાં છું. સેન્ટ્રલ અને હાર્બર રેલ લાઈન સેવાઓ શરૂ થઈ ગઈ છે. મેં સમગ્ર રાજ્યની સમીક્ષા કરી છે. કાંઠાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે. સેના, નેવી અને એરફોર્સને એલર્ટ રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે આ ઉપરાંત શહેરમાં સાત પમ્પિંગ સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યાં છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, પાણી ભરાતા હોય તેવા ક્ષેત્રોમાં નગર નિગમ અધિકારીને તૈનાત કરી દીધા છે, જ્યારે સ્કૂલમાં રજા આપી દેવાઈ છે તેમજ કોઈ અપ્રિય ઘટના ન ઘટે તે માટે NDRFની ટીમને એલર્ટ રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે, મુંબઈ એકમાત્ર એવું શહેર છે જ્યાં સૂક્ષ્મ ટનલ બનાવવામાં આવી છે, જેનાથી વધુને વધુ પાણીનો નિકાલ થાય.
છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદ પડ્યો છે અને હવામાન વિભાગે મુંબઈ, થાણે, પાલઘર અને કોંકણ બેસ્ટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈમાં પડેલા ભારે વરસાદના પગલે કેટલાંક વિસ્તારોમાં લોકો કમર ડૂબ પાણીમાં ચાલવા માટે મજબૂર થયા છે. મુંબઈના રસ્તાઓ પર કારની લાંબી લાંબી લાઈન પણ જોવા મળી રહી છે. શહેરભરમાં તમામ સરકારી, ખાનગી અને નગર નિગમનૂ સ્કૂલ અને કોલેજ બંધ કરાવી દીધા છે. 50થી વધુ ફ્લાઈટ રદ કરી દેવાઈ છે અને એરલાઈન્સે યાત્રિકોને ચેતવણી આપી છે કે તેઓ પોતાની ફ્લાઈટની સ્થિતિની તપાસ કર્યા બાદ જ એરપોર્ટ જવા માટે નીકળે
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
