News of Monday, 8th July 2024
કઠુઆમાં આતંકી હુમલામાં સેનાના 4 જવાન શહીદ: આતંકીઓએ સેનાના વાહનને નિશાન બનાવ્યું
કઠુઆના મછેડી વિસ્તારના બદનૌતા ગામમાં આતંકવાદીઓએ કાફલા પર હુમલો કર્યો: સેનાના જવાનોએ વિસ્તારને ઘેરી લીધો

કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રા વચ્ચે જમ્મુના કઠુઆ વિસ્તારમાં સૈન્ય કાફલા પર હુમલાના સમાચાર છે. મળતી માહિતી મુજબ કઠુઆ બિલવાર તહસીલના બદનૌતા ગામમાં આતંકીઓએ કાફલા પર હુમલો કર્યો હતો. આતંકીઓએ સેનાના એક વાહન પર ગોળીબાર કર્યો છે. હુમલો થતાની સાથે જ સેનાના જવાનોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.
સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર કઠુઆનું બદનૌતા ગામ, જ્યાં સેનાના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો, તે સેનાની 9મી કોર્પ્સ હેઠળ આવે છે.
સૂત્રોએ જણાવ્યું કે આતંકવાદીઓ દ્વારા કાર પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. આ હુમલામાં સેનાના ચાર જવાન શહીદ થયા છે. હુમલો થતાં જ સેનાના જવાનો તરત જ બહાર આવી ગયા અને ચાર્જ સંભાળી લીધો. તેઓ આતંકવાદીઓને જવાબ આપી રહ્યા છે
. આ સાથે આતંકીઓને ઘેરવા માટે વધારાની ટુકડીઓ સ્થળ પર મોકલવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસની વિશેષ ટુકડી અને CRPFની આતંકવાદ વિરોધી ટુકડી પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આતંકવાદીઓને શોધવામાં વ્યસ્ત છે.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
