તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 8th July 2024
ભારતીય સમુદાયના હાથમાં ત્રિરંગો:વડાપ્રધાને બાળક સાથે હાથ મિલાવ્યા: મોસ્કોમાં મોદીનો જબરો ક્રેઝ: જુઓ વિડિઓ
પીએમ મોદીને આવકારવા માટે રશિયાની રાજધાની મોસ્કોમાં સ્થાનિક રશિયન કલાકારોએ હિન્દી ગીતો પર જોરશોરથી ડાન્સ કર્યો

VIDEO | PM Modi greets the Indian diaspora members upon his arrival at The Carlton in Moscow, Russia.
— Press Trust of India (@PTI_News) July 8, 2024
(Source: Third Party) pic.twitter.com/lJahylUSfR
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 22મી ભારત-રશિયા સમિટમાં ભાગ લેવા માટે મોસ્કો પહોંચી ગયા છે. રશિયાના નાયબ વડા પ્રધાન ડેનિસ માન્તુરોવે એરપોર્ટ પર પીએમ મોદીનું રેડ કાર્પેટ સ્વાગત કર્યું હતું.
મોસ્કો પહોંચેલા પીએમ મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ પીએમ મોદી હોટલ જવા રવાના થયા હતા. હોટલની બહાર મોટી સંખ્યામાં એનઆરઆઈ પોતાના વડાપ્રધાનને જોવા માટે એકઠા થયા હતા. હાથમાં ત્રિરંગો, જીભ પર હિન્દુસ્તાની ગીતો અને ઉત્સાહ જોવા મળે છે
પીએમ મોદીએ પણ લોકોને નિરાશ કર્યા નહીં, તેમણે બાળકો સાથે હાથ મિલાવ્યો અને તેમની સાથે વાત પણ કરી. ભારતીય સમુદાયના લોકોમાં પીએમ મોદીને લઈને જબરદસ્ત ક્રેઝ હતો.
પીએમ મોદીને આવકારવા માટે રશિયાની રાજધાની મોસ્કોમાં સ્થાનિક રશિયન કલાકારોએ હિન્દી ગીતો પર જોરશોરથી ડાન્સ કર્યો હતો. આ કલાકારોએ મલાઈકા અરોરા પર ફિલ્માવાયેલા ગીત 'આયો રે મારો ઢોલના...' પર ફોક ડાન્સ કરીને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ રશિયન કલાકારોના અભિનયને જોયો અને પ્રશંસા કરી. વડાપ્રધાન મોદી રશિયાની બે દિવસીય સત્તાવાર મુલાકાતે છે. તેઓ રાષ્ટ્રપતિ પુતિન સાથે 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે.
વડાપ્રધાન મોદી રશિયાની બે દિવસીય સત્તાવાર મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. કોરોના મહામારી બાદથી આ સમિટ સતત સ્થગિત કરવામાં આવી છે. આ વખતે ત્રણ વર્ષ બાદ આ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
#WATCH | Prime Minister Narendra Modi greets members of the Indian diaspora as he reaches Hotel The Carlton in Moscow
— ANI (@ANI) July 8, 2024
PM Modi is on a two-day official visit to Russia. pic.twitter.com/GgRmis7VuH
#WATCH | Russian artists in Moscow, Russia dance on Hindi songs to welcome PM Narendra Modi.
— ANI (@ANI) July 8, 2024
PM Modi is on a two-day official visit to Russia. He will hold the 22nd India-Russia Annual Summit with President Putin. pic.twitter.com/VAkTjTIBSb
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
