તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 8th July 2024
માલદિવે આપ્યું ટીમ ઇન્ડિયાને આમંત્રણ : કહ્યું - અમારા દેશમાં આવો અને જીતની ઉજવણી કરો
શિઉરીએ કહ્યું, અમે ભારતીય ક્રિકેટ ટીમનું સ્વાગત કરવા અને તેમની જીતની ખુશીનો ભાગ બનવા માટે માલદીવ માટે ઘણી જ સન્માનની વાત હશે. અમે તેમની યજમાની કરવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છીએ

માલદીવના પર્યટન સંઘે હાલમાં જ ટી20 વિશ્વ ચેમ્પિયન બનેલી ભારતીય ક્રિકટ ટીમને જીતની ઉજવણી માટે પોતાના દેશમાં આમંત્રિત કર્યા છે. રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમે બારબાડોસમાં 29 જૂને ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને ટ્રોફી જીતી હતી. માલદીવે એક નિવેદનમા કહ્યું, માલદીવ માર્કેટિંગ એન્ડ પબ્લિક રિલેશન્સ કોર્પોરેશને માલદીવ એસોસિએશન ઓફ ટૂરિઝ્મ ઈન્ડસ્ટ્રીના સહયોગથી ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમને એક વિશેષ અને ખુલ્લું આમંત્રણ આપ્યું છે.
એમએમપીઆરસી મુખ્ય કાર્યકારી અધિકારી અને પ્રબંધ ડિરેક્ટર ઈબ્રાહિમ શિઉરી અને એમએટીઆઈના મહાસચિવ અહમદ નઝીરે સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, તેઓ ટીમની યજમાની માટે ઉત્સુક છે. ભારતીય ટીમ વિશ્વ ચેમ્પિયન બન્યા બાદ ગુરુવારે ભારત પરત ફરી છે. મુંબઈમાં ટીમની વિજય પરેડમાં લાખો પ્રશંસક સામેલ થયા. આ નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમે તમારી મહેમાનગતિ કરવા અને તમારા પ્રવાસ દરમિયાન યાદગાર ક્ષણો, વિશ્રામ અને યોગ્ય અનુભવોને સુનિશ્ચિત કરવામાં ગર્વ અનુભવ કરીશું. તેમણે કહ્યું કે, આ નિમંત્રણ માલદીવ અને ભારત વચ્ચે મજબૂત અને દીર્ધકાલિક સાંસ્કૃતિક અને ખેલ સંબંધોને દર્શાવે છે.
શિઉરીએ કહ્યું, અમે ભારતીય ક્રિકેટ ટીમનું સ્વાગત કરવા અને તેમની જીતની ખુશીનો ભાગ બનવા માટે માલદીવ માટે ઘણી જ સન્માનની વાત હશે. તેમણે કહ્યું, અમે તેમની યજમાની કરવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છીએ, જેનાથી તેમણે આ જીતનો જશ્નને યાદગાર બનાવવા માટે યોગ્ય વાતાવરણ મળી શકે. ભારતીય ટીમના મુખ્ય ખેલાડી હાલ બ્રેક પર છે. ઝિમ્બાબ્વે ટૂર પછી ભારતની આગામી ઈન્ટરનેશનલ મેચ 27 જુલાઈથી શ્રીલંકા વિરુદ્ધ છ મેચની સીમિત ઓવરની શ્રૃંખલા છે. આ સીરીઝમાં ત્રણ વનડે અને ત્રણ ટી20 ઈન્ટરનેશનલ મેચ રમાશે.
(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
