<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th July 2024

રેલવે કંપનીના શેરોમાં તેજી; 15 ટકા ઉછળી 560ને પાર : છેલ્લા 4 વર્ષમાં 1 લાખના આપ્યા રૂપિયા 44 લાખ!

છેલ્લા 5 ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીના શેરોમાં આશરે 33 ટકાની તેજી : છેલ્લા એક મહિનામાં શેરનો ભાવ 48 ટકા અને એક વર્ષમાં આશરે 203 ટકાનું બમ્પર વળતર

નવી દિલ્હી :રેલવે વિકાસ કાર્યો સાથે સંકળાયેલી રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરોમાં આજે ભારે તેજી જોવા મળી હતી. સોમવારે જ્યારે શેરબજાર માં કામકાજ શરુ થયું તે સાથે જ કંપનીના શેરોમાં 15 ટકાના ઉછાળા સાથે રૂપિયા 567.50 થઈ ગયા હતા. આ ત્રીજી વખત છે કે જ્યારે આ રેલવે કંપનીના શેરમાં આટલી વિક્રમજનક તેજી આવી છે.

આ કંપનીના શેરોએ લાંબા ગાળા સુધી રોકાણ ધરાવતા રોકાણકારો ને બમ્પર કમાણી કરી આપી છે. દિવસ ભરના કામકાજ દરમિયાન કંપનીના શેરનો ભાવ 76.45 એટલે કે 15.57 ટકા ઉછળીને રૂપિયા 567.50 રહ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીના શેરોમાં આશરે 33 ટકાની તેજી આવી છે. છેલ્લા એક મહિનામાં શેરનો ભાવ 48 ટકા અને એક વર્ષમાં આશરે 203 ટકાનું બમ્પર વળતર આપી ચુક્યો છે.


રેલવે મંત્રાલયે નાણાકીય વર્ષ 2024-25 તથા વર્ષ 2025-26માં 10 હજાર નોન-એસી કોચ મેન્યુફેક્ચરિંગ કરવાની જાહેરાત કરી છે. રેલવે મંત્રાલય વર્તમાન નાણાકીય વર્ષમાં 4485 નોન એસી કોચ બનાવવાનો લક્ષ્યાંક ધરાવે છે.

આ સાથે જ આગામી નાણાકીય વર્ષ 2025-26માં મંત્રાલય 5,444 નોન-એસી કોચનું પણ નિર્માણ કરશે. આ ઉપરાંત રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ (RSI) અત્યારે 82.5 છે. આ કારણથી જ કંપનીના શેરોમાં તેજી જોવા મળી છે.

રેલવે વિકાસ નિગમ લિમિટેડ (RVNL)ના શેરોમાં છેલ્લા 4 વર્ષમાં સૌથી વધારે તોફાની તેજી જોવા મળી છે. કંપનીના શેરની 27મી માર્ચ,2020ના રોજ ભાવ ફક્ત રૂપિયા 12.80 હતો, જે આજે એટલે કે 8 જુલાઈ 2024ના રોજ 567.60 થઈ ગયો છે. આ અવધિમાં કંપનીના શેરોમાં 4200 ટકાની તેજી જોવા મળી છે.

જો કોઈ વ્યક્તિ પાસે 27 માર્ચ 2020ના રોજ આ કંનીના શેરમાં રૂપિયા 1 લાખનું રોકાણ કર્યું હોય તો તેના રૂપિયા એક લાખના રોકાણનું મૂલ્ય વધીને આજે રૂપિયા 44.34 લાખ થઈ ગયું હશે.

(12:05 AM IST)