<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th July 2024

ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું વેચાણ 2023-24માં રૂ. 1.55 લાખ કરોડને પાર

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં KVICએ ઉત્પાદન, વેચાણ અને નવી રોજગારી સર્જનમાં નવો રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી :ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું વેચાણ 2023-24માં પ્રથમ વખત 1.55 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા, ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન (KVIC)ના અધ્યક્ષ મનોજ કુમારે જણાવ્યું હતું કે 2013-14માં ખાદી ઉત્પાદનોનું વેચાણ આશરે 31 હજાર કરોડ રૂપિયા હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં KVICએ ઉત્પાદન, વેચાણ અને નવી રોજગારી સર્જનમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.

  શ્રી કુમારે કહ્યું કે, ખાદી યુવાનો માટે ફેશનનું નવું પ્રતીક બની ગયું છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીની બ્રાન્ડ શક્તિએ ખાદી ઉત્પાદનોમાં લોકોનો વિશ્વાસ વધાર્યો છે. અધ્યક્ષે કહ્યું કે, KVICનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની મહત્તમ તકો પૂરી પાડવાનો છે. શ્રી કુમારે માહિતી આપી હતી કે 2013-14માં એક કરોડ 30 લાખ રોજગારી હતી, જે 2023-24માં એક કરોડ 87 લાખ થઈ ગઈ છે

(9:50 PM IST)